Business

સુરતીઓ માટે ભગવાન સાબિત થયા આ 10 MBBS ડોક્ટર્સ

કહેવાય છે ને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે ભગવાન આંગળી પકડનારને મોકલી જ દે છે. સુરતમાં આજથી ચાર મહીના પહેલા કોરોના પીક પર હતો ત્યારે શહેરની સ્મીમેર કોલેજના આ MBBS ના સ્ટુડન્ટ અને ઈન્ટર્ન ડોક્ટરોની ટીમ દ્વારા શરુ કરવામાં આવેલા સ્વાસ્થ્યમ અભિયાનમાં તેમણે દર્દીઓને બેડ અને ઈન્જેક્શનથી માંડીને એમ્બ્યુલન્સની પણ સુવિધા પુરી પાડી છે. હાલ જ્યારે લોકો કોરોનામાંથી બહાર આવી રહ્યાો છે ત્યારે પણ કોરોના થયા બાદ લોકોને પડતી સમસ્યા વિશે પણ તેઓ MD ડોક્ટરોના માધ્યમથી લોકોને માહિતગાર કરી રહ્યાા છે. તેઓ ઓનલાઈન સેમિનાર યોજીને પણ લોકોના મનમાંથી કોરોનાનો ડર ભગાડી રહ્યાા છે. શહેરના MBBS ડોકટર્સના આ સ્વાસ્થ્યમ ગૃપને સુરત મેયર તેમજ મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા પ્રોત્સાહિત પણ કરાયા છે. જાણો તેમની અનોખી કામગીરી વિશે..

સ્વાસ્થ્યમ અભિયાન દ્વારા લોકોની મદદે આવ્યા MBBS ડોક્ટર્સ

સ્મીમેરના MBBS સ્ટુડન્ટ્સ અને ઈન્ટર્ન ડોક્ટર્સ જેવા કે જીલ માંગરોલા, રાકેશ જીયાણી, મીત દોનિયા, ઈશા ભટ્ટ, રિયા નાણાવટી, કેના ગાંધી, સૌમ્યા મહેશ્વરી, જવલ છાસીયા, હર્ષિલ ખંભાતી અને કૃતિક નાયક દ્વારા કોરોના દર્દીઓની મદદ માટે સ્વાસ્થ્યમ નામનું ગૃપ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ 3500 લોકો વોટ્સએપ અને ઈનસ્ટાગ્રામના માધ્યમથી જોડાયેલા છે. ગૃપ મેમ્બર્સે જણાવ્યું હતું કે અમારા MBBS ના અંતિમ બેચમાં જ કોરોનાના સમયમાં મદદ માટે રોજના 100 થી વધારે કોલ્સ આવતા હતા. આથી અમે ભેગા તઈને કોરોનામાં સુરતીઓની મદદ કરવાનું વિચાર્યું. કોરોના જ્યારે પીક પર હતો અને શહેરમાં બેડ અને ઈન્જેક્શન મળતા ન હતા ત્યારે અમે અમારા ગૃપ દ્વારા કઈ જગ્યાએ બેડ ખાલી છે કે ક્યાંથી ઈન્જેક્શન મળી શકશે તે અંગેની તમામ માહિતી ગૃપમાં પ્રોવાઈડ કરતા હતા.

કોરોના બાદ પણ લોકોને માહિતગાર કરી રહ્યા છે આ સ્ટુડન્ટ્સ

કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ પણ લોકોને રીકવરી માટે સ્વાસ્થ્યમની ટીમ માહિતગાર કરી રહી છે. હાલ આ ગૃપમાં 30 જેટલા MD ડોક્ટર્સ પણ જોડાયા છે. તેઓ સીધા કોરોના પેશન્ટ સાથે વાત કરે છે અને તેમના પ્રશ્નોનો નિકાલ લાવે છે. આ ઉપરાંત શહેરમાં હજી પણ કોરોના વિશે અનેક ખોટી માન્યતાઓ ફેલાયેલી છે. જે અંતર્ગત ગૃપ દ્વારા દર શનિ-રવિ ડોક્ટર્સનું ઓનલાઈન સેશન ગોઠવવામાં આવે છે, જેમાં તેઓ લોકોને કોરોના અંગેની યોગ્ય માહિતી પહોંચાડે છે. આ ઉપરાંત તેમણે હાલમાં જ મોટિવેશનલ સ્પીકર સંજય રાવલની એક ઓનલાઈન ઈવેન્ટ ગોઠવી હતી, જેમાં તેમણે લોકોને કોરોનાનો ડર કઈ રીતે ભગાવવો તે વિશે માહિતગાર કર્યા હતા.

Most Popular

To Top