સમગ્ર દેશમાં કોરોના (corona)ના કહેરના કારણે લોકો બેરોજગાર થયા છે, ત્યારે ગુજરાત સરકારે (Gujarat govt) કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યે (free of cost) અનાજ વિતરણ (food distribution) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને આ અંગે ન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ મંત્રી (state cabinet minister) જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી.
કેબિનેટ મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજ્યના 71 લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. અને આ વિતરણ પૈકી નવેમ્બર સુધી ગરીબોને અનાજ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી જે અનાજ વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. અને આ ઉપરાંત પણ કેન્દ્ર સરકાર તરફથી અનાજ વિતરણ કરવામાં આવશે. જેમાં આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 71 લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. પહેલાથી જ તમામ કાર્ડધારકોના નંબર આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. અને જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા શરૂ છે, જેથી વધુમાં વધુ લોકોને અનાજ મળી શકે.
રાજકોટના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. સાથે જ લોકોને પણ રસી મુકાવવામાં માટે અપીલ કરી હતી. રસી મુકાવ્યા બાદ તેમણે વેક્સિનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ,45 વર્ષથી ઉપરની વયના લોકો જેમણે વેક્સિન લીધી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોને ખૂબ જ ઓછાં લક્ષણ જોવા મળે છે અને જલ્દીથી સાજા થઈ જાય છે. હાલ સુધી વેક્સિનની કોઈ મોટી આડ અસર પણ જોવા મળી નથી. વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી છે અને જો વેક્સિન લીધી હશે તો ચોક્કસથી કોરોનાને હરાવી શકીશું.
91600 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધુ હવે ટેકાના ભાવે ખરીદી પુરવઠા વિભાગની જવાબદારી
રાજકોટમાં મગફળી બાબતે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી એ પુરવઠા વિભાગની જવાબદારી છે. મહત્વની વાત છે કે આગામી 21 તારીખથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે, ગયા વર્ષે 4.70 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અત્યાર સુધીમાં 91600 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. અને અમુક જિલ્લાઓમાં VCEએ કામગીરી ચાલુ કરી દીધી છે.