વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 1 મરણ નોંધાતા મોંતની સંખ્યા 620 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 4,321 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 121 પોઝિટિવ અને 4,200 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 3,266 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 3,093 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 173 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 102 અને 71 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1,585 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 582 વ્યક્તિઓને રજા અપાઈ છે. વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 14 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 18 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 14 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 36 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 39 દર્દીઓ મળી બુધવારે કુલ 121 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.
શહેરમાં મ્યુકોરમાઈકોસિસના નવા 12 દર્દીઓ નોંધાયા : 31ની બાયોપ્સી કરાઈ
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 9 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 3 દર્દીઓ સાથે કુલ આંક 327 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.જ્યારે 17 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.બુધવારે સારવાર દરમિયાન 2 પણ દર્દીના મોત થયા હતા. એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 9 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 226 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.એસેસજીમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલેકે દુરબીનથી નાકની અંદરની સર્જરી 10 જ્યારે 15 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે એસેસજી હોસ્પિટલના બિછાને 2 દર્દીના મોત થયા હતા.જ્યારે 15 દર્દીને રજા અપાઈ હતી.