Charchapatra

ઘરે નાસ્તા બનાવો, જંકફૂડ ન ખાઓ

આપણા કહેવાતા કથિત આરાધ્યદેવની સાધના કરવાથી કે પૂજા અર્ચના, કથા કિર્તન કરવાથી આપણી લાચારી, બરબાદી અને આફતો કયારેય દૂર થવાની નથી. આપણી સારસંભાળ અને માવજત આપણી જાતે જ રાખવાની છે. સમયનો અભાવ, આળસ, જંકફૂડ, ભેળસેળના ભોગ તો આપણે જાતે જ નોતર્યા છે. આપણી પરસેવાની કમાણી હોસ્પિટલ અને ડોકટરોના ઘર ભરવામાં જ સમાઇ જશે. ઘરના નાસ્તા બનાવવાની ગૃહીણીઓની આળસ આપણા સંતાનોના સ્વાસ્થ્ય માટે ખતરનાક નીવડી શકે. આળસ ખંખેરી જંકફુડની અવેજીમાં થેપલા, ગળા કે નમકીન સકરપારા, ગોળપાપડી, ભેળપુરી, વધારેલામમરા સાથે કાંદા, (જે ખાય કાંદો તે કદી ન પડે માંદો) બનાવવાની હથોટી ભુલાતી જાય છે. બ્યુટીપાર્લર અને કિટી પાર્ટીઓમાં ગામ ગપાટા મારવા, બાળકોને જંકફુડની આદત પાડીએ છીએ. દિવાળીના નાસ્તા બનાવવા પણ હવે ભુલાય ગયા છે. આપણા મહેમાનો પણ આવા જરી પુરાણા નાસ્તા પ્રત્યે સૂગ છે, આપણે પણ આમાંથી બાકાત નથી.
સુરત – મીનાક્ષી શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top