SURAT

સુરતથી તૈયાર હીરાની નિકાસમાં 154 ટકાનો વધારો

સુરત: કોરોનાની પ્રથમલહેરમાં ડાયમંડ ટ્રેડિંગના હબ મુંબઇમાં હીરા બજારો (Diamond Market) અને ડાયમંડ બુર્સ બંધ રહેવા સાથે આંતરાષ્ટ્રીય કાર્ગો ફલાઇટ પણ બંધ રહેતા સુરતના હીરા ઉદ્યોગને મોટો લાભ થયો છે. તેને લીધે નાણાકીય વર્ષમાં વાણિજ્ય મંત્રાલય અને જીજેઇપીસીએ સુરત રીજીયન માટે જે લક્ષ્યાંક નક્કી કર્યો હતો તેમાં 154 ટકાનો વધારો નોંધાયો છે. જીજેઈપીસી (JGEPC) દ્વારા સુરત રિજયનને એપ્રિલ 2021 માટે આપવામાં આવેલા 2198 કરોડની નિકાસથી 154 ટકા વધુ 3327 કરોડની નિકાસ (Export) નોંધાઈ છે, જેમાં ગુજરાત રીજયનમાં 80 ટકા ફાળો સુરત અને 20 ટકા ફાળો સૌરાષ્ટ્રનો છે.

દર વર્ષે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રિજીયન પ્રમાણે નિકાસના ટાર્ગેટ સોંપવામાં આવતા હોય છે. આ વર્ષે ગુજરાત રીજયનને 2.62 લાખ કરોડની નિકાસનો ટાર્ગેટ સોંપાયો છે. જીજેઈપીસીની પ્રથમ વર્ચ્યુઅલ નેશનલ કોન્ફરન્સ આજે મળી હતી, જેમાં એપ્રિલ મહિનાના પ્રદર્શનની ચર્ચા થઈ હતી. ગુજરાતને એપ્રિલ માટે અપાયેલા 2198 કરોડનો લક્ષ્યાંક હતો જેની સામે 154 ટકા વધુ 3327 કરોડની નિકાસ નોંધાઈ છે.

જીજેઈપીસીના આંકડાઓ પ્રમાણે પાછલા બે વર્ષમાં ભારતમાં રફ ડાયમંડની આયાતમાં 18 ટકાનો તો રફ લેબગ્રોન ડાયમંડની આયાતમાં 210 ટકાનો વધારો જોવા મળ્યો છે, તેની સામે નિકાસમાં પણ જબરદસ્ત વધી છે. બે વર્ષમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37 ટકા, પોલિશ્ડ લેબગ્રોન ડાયમડની નિકાસમાં 307 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એપ્રિલ 2019થી એપ્રિલ 2021ના બે વર્ષ દરમિયાન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 37.78 ટકાનો સકારાત્મક ઉછાળો જોવા મળ્યો છે. તો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડમાં તો 307.44 ટકાનો વધારો થયો છે. કલર્ડ જેમ્સ્ટોનમાં 8.46 ટકા, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 33.88 ટકા, સિલ્વર જ્વેલરીમાં 250.70 ટકા અને પ્લેટિનિયમ જ્વેલરીમાં 125.72 ટકાનો વધારો જોવા મળ્યો છે. એકમાત્ર પ્લેન ગોલ્ડ જ્વેલરીની માંગ ઘટતા 59.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જીજેઈપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, યુરોપીયન દેશોમાં ખૂબ સારી ડિમાન્ડ હોવાથી નિકાસ વધી છે. દેશવિદેશમાં હીરા અને હીરાના ઝવેરાતની માંગમાં વધારો થતાં હીરાઉદ્યોગે બે વર્ષમાં તેજી આવી છે. મુંબઇની વિપરીત સ્થિતિનો લાભ સુરતને મળ્યો છે

  • આયાત કઇ રીતે વધી
  • પ્રોડક્ટ એપ્રિલ-2019 એપ્રિલ-2021 ગ્રોથ (યુએસ મિ.ડો.)
  • રફ ડાયમંડ 1435.50 1696.67 18.19
  • રફ લેબગ્રોન ડાયમંડ 25.82 80.12 210.27
  • નિકાસ કઇ રીતે વધી
  • પ્રોડક્ટ એપ્રિલ-2019 એપ્રિલ-2020 એપ્રિલ-2021 ગ્રોથ (યુએસ મિ.ડો.)
  • કટ-પોલિશ્ડ ડાયમંડ 1633.41 34.50 2250.45 37.78
  • પોલિશ્ડ લેબગ્રોન સિન્થેટીક ડાયમંડ 22.17 0.02 90.35 307.44
  • કલર્ડ જેમસ્ટોન્સ 20.28 0.54 21.99 8.46
  • પોલિશ્ડ સિન્થેટીક સ્ટોન 0.01 0.00 0.05 386.7
  • સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી 260.29 0.14 348.48 33.88
  • સિલ્વર જ્વેલરી 85.71 0.66 300.60 250.7
  • પ્લેટિનિયમ જ્વેલરી 0.85 0.00 1.92 125.72
  • ઈમિટેશન જ્વેલરી 1.09 0.05 2.84 160.15
  • નેટ એક્સપોર્ટ 2308.14 36.11 2796.22 21.15

Most Popular

To Top