વલસાડ : વલસાડ (valsad)ના મગોદ ડુંગરી ગામ (Dungari village)માં એક લગ્નપ્રસંગે (Marriage function) મોડીરાત્રે ડીજે (Dj)ના તાલ ઉપર ઝૂમવાનું લોકોને ભારે પડ્યું હતું. હાલ કોરોના મહામારી (corona epidemic) વચ્ચે લગ્નપ્રસંગમાં 50 થી વધુ (more than 50 thousand) હાજર રહેલા લોકોએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster management act)ની ઐસી કી તૈસી કરી માસ્ક (Mask) અને સોશ્યલ ડિસ્ટન્સિંગ (Social distance)નું ભાન ભૂલી ડી.જે.ના તાલ ઉપર થીરકતા રૂરલ પોલીસે આયોજક અને ડીજે ઓપરેટરની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ વલસાડનાં મગોદ ડૂંગરીગામનાં હનુમાન ફળિયામાં ગુરૂવારે એક લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં મોડી રાત્રે લગ્નસરામાં ઉપસ્થિત રહેલા 50 થી વધુ લોકોએ કોરોના અને તેની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના જ ડીજેના તાલ ઉપર થીરકવા લાગ્યા હતા. આ બાબતે ગામનાં એક જાગૃત નાગરિકે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસની એક ટીમ સ્થળ ઉપર ધસી આવી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના જ ડી.જે. ના તાલ ઉપર નાચી રહ્યા જોવા મળ્યા હતા. પોલીસે લગ્નનું આયોજન કરનાર મનોજકુમાર કષ્ણાભાઈ ટંડેલની પુછપરછ કરતાં તેણે તેના મામાના છોકરા રોનિત સુરેશ ટંડેલના લગ્ન હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ડીજેની પરવાનગી હમણાં આપવામાં આવી નહીં હોવા છતાં ડીજે વગાડવા મુદ્દે ઓપરેટર મનીષ ટંડેલની પુછપરછ કરતાં યોગ્ય જવાબ નહીં આપતાં પોલીસે લગ્નનું આયોજન કરનાર મગોદ ડૂંગરીના હનુમાન ફળિયામાં રહેતા મનોજ કૃષ્ણા ટંડેલ ઉર્ફે જાદવવાલા તથા મેહગામે માછીવાડના નવચેતન ફળિયામાં રહેતો ડી.જે. ઓપરેટર મનોજ છના ટંડેલની ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી. ડી.જે.ના સ્પીકર, એમ્પલીફાયર, લાઈટ અને અન્ય મ્યુઝીકનો સામાન મળી કુલ રૂ.79,500 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.