હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વાવાઝોડા એ અકલ્પ્ય નુકસાન કર્યું. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ દેશ નાં વડા તરીકે થયેલા નુકસાન નો ક્યાસ કાઢવા બન્ને રાજ્યો નું હવાઈ નિરીક્ષણ કરી બન્ને રાજ્યો ની રાજધાની માં પ્રાદેશિક વહીવટી તંત્રો સાથે રાહત કાર્યો બાબતે બેઠકો યોજી. પણ અહીં શ્રી નવીન જી ફરી એક વખત વિવેક બાબતે બીજા કોઈ પણ પક્ષ નાં પ્રાદેશિક આગેવાન કરતા મૂઠી ઊંચેરા સાબિત થયા, પોતાની દેશ પ્રત્યે ની સદ્દભાવના ને કારણે.
આટલી ઉદારતા કોઈ અન્ય મુખ્ય પ્રધાને બતાવી નથી. સાથે એક વાત નોંધવી પડે કે જેમ તેઓ મૂખ્ય મત્રી તરીકે કુશળ વહીવટકર્તા સાબિત થયા છે અને કેન્દ્ર સરકાર સાથે બિનજરુરી ઘર્ષણ માં આવતા નથી, તે જ રીતે કેન્દ્રીય સત્તાધારી પક્ષ તરફથી તેમને કોઈ પણ કનડગત થવાના સમાચાર ક્યારેય બન્યા નથી, ભલે તેઓ નિર્વાચન માં સામસામે ઉમેદવારી કરી પ્રતિસ્પર્ધા કરતા હોય. આ સામે મમતા બેનરજી નું વર્તન કેન્દ્ર સરકાર જાણે પરદેશી સરકાર હોય તેવું રહ્યું છે, જેની આ વાવાઝોડા નિમિત્તે રાહતકાર્યો નાં આયોજન માટેની બેઠક વખતે તેમના દ્વારા આચરાયેલા અવિવેક થી પરાકાષ્ઠા આવી છે.
સુરત – પિયુષ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.