Gujarat

કોરોનાની બનાવટી દવા બનાવી વેચતી સુરતની બે સહિત રાજ્યની સાત કંપની પર દરોડા

કોવિડ-૧૯ ની સારવાર માટે ફેબીફ્લુ ટેબલેટ એ ભારતમાં પ્રથમ ફેવીપીરવીર-માન્ય દવા છે. આ દવાની કિંમત ૩૫૦૦ રૂપિયા એક સ્ટ્રિપ્સના જેમાં ૩૪ ગોળી ઉપલબ્ધ હશે જે ટેબ્લેટ દીઠ ૧૦૩ રૂપિયા થાય છે. કંપનીને ભારતમાં ટેબલેટ સ્વરૂપમાં ફેવીપીરવીરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ભારતીય ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી મળી હતી. ત્યારે આ તકનો ગેરલાભ ઉઠાવી ફેવીપીરવીર ઘટક ધરાવતી બોગસ દવાઓ બનાવી આ દવાની જાહેરાત આપી વેચતી રાજ્યની સાત કંપનીઓ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડીને રૂા. 7.25 લાખ રૂપિયાની 5850 ટેબલેટનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા
૧) ઓનકોવ ઓરેંજ ફાર્મા, રાજકોટ, ૨) જલીયાણ ફાર્મા, રાજકોટ, ૩) ક્રિષ્નમ ફાર્મા, એલીસબ્રિજ, અમદાવાદ, ૪) કિવોન્યક્ષ હેલ્થકેર, ચાંગોદર, અમદાવાદ, ૫) જ્યોત આર્મા, ભાવનગર, ૬) રન મેડવે ફાર્મા, સુરત, ૭) સંસ્કૃતિ ફાર્મા, સુરત

અમદાવાદની પેઢીએ વેબસાઈટ ઉપર દવા વેચાણની જાહેરાત કરતાં રેકેટ સામે આવ્યું
આ સાત કંપનીઓને વેચાણ કરેલું તેમજ ગુજરાત ખાતે સીધુ આર્મેડ ફોર્મ્યુલેશન, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સીધુ વેચાણ કરતા હોવાનું અને આર્મેડ ફોર્મ્યુલેશનએ પણ વેબસાઇટ ઉપર જાહેરાત કરતી અન્ય અમદાવાદની કંપની આર.બી.રેમેડીઝ પ્રા. લી., મટોડા, અમદાવાદ અને એનીસમ લાઇફસાયન્સ, મટોડા, અમદાવાદની પેઢીને નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડી હતી. અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર ફેવીમેક્સ 400 અને ફેવીમેક્સ 200 (એમએલ)ના વેચાણની જાહેરાત કરતા હોવાનું ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયો હતો.

Most Popular

To Top