પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ (SCAM)ના આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી (MEHUL CHOKSHI)ને પરત લાવવા ભારતીય જેટ (INDIAN JET) ડોમિનિકા (DOMINICA) પહોંચી ગયું છે. બુધવારે મેહુલ ચોક્સી ક્યુબાથી ભાગી જતા ડોમિનિકા જતા પકડાયો હતો. મેહુલ ચોક્સી પાસે એન્ટિગુઆની નાગરિકતા (CITIZENSHIP OF ANTIGUA) છે. આ પછી, મેહુલથી ત્રસ્ત, એન્ટિગુઆની સરકારે ડોમિનિકાને વિનંતી કરી છે કે તેને સીધો ભારતને સોંપવામાં આવે. માટે હવે પુરી શક્યતા છે કે ખાનગી જેટથી ચોક્સીને ભારત પાછા મોકલી શકાય છે.
એન્ટિગુઆના મીડિયા રિપોર્ટ અનુસાર, એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને પુષ્ટિ કરી હતી કે ભારત તરફથી એક ખાનગી જેટ ડોમિનિકાના ડગ્લાસ-ચાર્લ્સ એરપોર્ટ પર પહોંચ્યું છે. ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચાક્સી હાલમાં ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે. આ અગાઉ વડા પ્રધાન બ્રાઉને કહ્યું હતું કે, “મને લાગે છે કે તેને ભારતને સોંપવામાં કોઈ કાયદેસરની અડચણ આવશે નહીં.” મારું માનવું છે કે આગામી 48 કલાકમાં તેને ખાનગી જેટ દ્વારા ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. મેં ભારત સરકારને મારા અધિકારીઓને ખાનગી જેટમાં ડોમિનિકા મોકલવા કહ્યું છે. આ ખાનગી જેટથી ચોક્સીને ભારત પાછો મોકલવામાં આવશે. ભારતીય સત્તાવાળાઓએ તેને પાછો લઈ જવાની વ્યવસ્થા કરવી પડશે. ”
ડોમિનીકા જેલમાં મેહુલની ઈજાની તસવીરો
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને ઈજાના ફોટા હોવાનું જાણવા મળ્યું છે. આ તસવીરોમાં ચોક્સી જેલમાં બંધ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં તે તેના હાથ અને આંખ નજીક ઈજાગ્રસ્ત જોવા મળી રહ્યો છે.
એન્ટિગુઆથી ભાગી ગયો હતો મેહુલ ચોક્સી
ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી 23 મેની સાંજે એન્ટીગુઆમાં તેના ઘરેથી ગુમ થયો હતો. તે પછી તેના ગુમ થયાના અહેવાલ પણ દાખલ કરાયા હતા. જો કે, તેની ઓળખના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે ક્યુબા ભાગી ગયો હતો. મેહુલ ચોક્સી એંટીગુઆનો નાગરિક છે અને પાણીના રસ્તે ભાગતો હતો, પરંતુ ડોમિનિકા પહોંચતાની સાથે જ અધિકારીઓએ તેને પકડ્યો હતો. એંટીગુઆના વડા પ્રધાને કહ્યું કે ચોક્સી વિશે તેમણે ડોમિનિકાના વડા પ્રધાન સાથે વાત કરી હતી. બ્રાઉને કહ્યું કે તેણે ચોક્સીને તેમને એન્ટિગુઆ મોકલવા કહ્યું છે કારણ કે તેમને અહીં બંધારણીય સુરક્ષા છે. અને તેની પાસે એન્ટિગુઆની નાગરિકતા છે.