Vadodara

શહેરમાં વધુ 464 વ્યક્તિ સંક્રમિત થયા : 3 ના મોત

વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 464 દર્દી શહેરમાં નોંધાયા હતા. જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,828 ઉપર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 3 મરણ નોંધાતા મોંતની સંખ્યા 596 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 9,465 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 464 પોઝિટિવ અને 9,001 નેગેટિવ આવ્યા હતા.

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 7,965 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 7,518 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 447 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ઓક્સિજન ઉપર 276 અને 171 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 4,192 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 881 વ્યક્તિઓને રજા અપાઈ છે.

આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 59,267 ઉપર પહોંચી હતી. જ્યારે શહેર વિસ્તારના અલકાપુરી, સમા, ગોત્રી, પાણીગેટ, કિશનવાડી, નિઝામપુરા, જેતલપુર, અટલાદરા, વારસીયા, માંજલપુર, મકરપુરા, સુભાનપુરા, વડસર, પ્રતાપનગર, યમુનામીલ, દંતેશ્વર, તરસાલી, બાપોદ, કપુરાઇ, ગોરવા, છાણી, હરણી, વાસણા – ભાયલી રોડ, ફતેગંજ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

જ્યારે ગ્રામ્યમાં ડભોઇ, સાવલી, પાદરા, કરજણ, નંદેસરી, આજોડ, પદમલા, પોર, દશરથ, ધાનોરા, શેરખી, બાજવા, રણોલી, વડુ, ઉડેરા, પસાવા, ધરમપુરા, ચોરંદા, ઝવેરપુરા, શિહોર, તિથોર, મોરખલા, અલવા, વાઘોડીયા, સોખડા, નરસિંહપુરા ખાતેથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. શુક્રવારે 881 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 136 સરકારી હોસ્પિટલ,182 ખાનગી હોસ્પિટલ અને 563 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.

વિતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 68 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 96 દર્દીઓ, પૂર્વ ઝોનમાંથી 54 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 75 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 171 દર્દીઓ મળી શુક્રવારે કુલ 464 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 67,828 ઉપર પહોંચ્યો છે.

Most Popular

To Top