Gujarat

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના રૂ. ૯પ કરોડના કામ શરૂ

અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી આ બજાર સુધીના રૂ. ૯પ કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-રનો ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેક્ટ નદીની બેય તરફ મળીને કુલ ૧૧ કિ.મી.માં રૂ. ૮પ૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામવાનો છે.

મુખ્યમંત્રીએ આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. પ૮૫ કરોડના વિવિધ રપ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કર્યા હતા. તદ્અનુસાર, રૂ. ૨૪૮ કરોડના ખર્ચે બ્રિજ, ઈલેક્ટ્રિક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સબ-ઝોનલ ઓફિસ, આંગણવાડીનું નવીનીકરણના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૩૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-૨, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી ૩પ કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે.

અમદાવાદ શહેર માટે ૧૦ થી ૧પ દિવસ સુધી પાણીનો સંગ્રહ આ બેરેજમાં કરી શકાશે

સાબરમતી રિવરફ્રન્ટ ફેઇઝ-રના પ્રથમ તબક્કાના કામોની વિશેષતા એ છે કે, આ ફેઇઝ-ર ગ્રીન પ્રોજેકટ બનશે એટલે કે તેમાં હાલના સાબરમતી રિવરફ્રન્ટ કરતા વધુ હરિયાળી હશે. એટલું જ નહિ, નાગરિકો-લોકોને રોડ પરથી જ નદી અને ગ્રીનરી દેખાઇ શકે તે રીતનું બાંધકામ થશે. રિવરફ્રન્ટ ફેઇઝ-ર માટે નદીમાં પાણી ભરેલું રહે તે ખુબ જ આવશ્યક હોઇ બેરેજ કમ બ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમ્યાન ૧૦ થી ૧પ દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ આ બેરેજમાં કરી શકાશે.

Most Popular

To Top