રાજ્યમાં કોરવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 2,521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 27ના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9761 પર પહોંચ્યો છે. બીજી તરફ શુક્રવારે 7,965 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,50,015 દર્દીઓ સાજા થયા છે.
શુક્રવારે અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 2, વડોદરા મનપામાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર મનપામાં 1, મહેસાણામાં 2, પાટણ 2, સહિત કુલ 27 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 336, સુરત મનપામાં 228, વડોદરા મનપામાં 308, રાજકોટ મનપામાં 122, ભાવનગર મનપામાં 38, ગાંધીનગર મનપામાં 26, જામનગર મનપામાં 53 અને જૂનાગઢ મનપામાં 69 કેસ નોંધાયા છે.
જ્યારે સુરત ગ્રામ્યમાં 84, જામનગર ગ્રામ્યમાં 30, વલસાડમાં 35, મહેસાણામાં 35, વડોદરા ગ્રામ્યમાં 172, બનાસકાંઠામાં 51, અમરેલીમાં 80, આણંદમાં 51 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 43,611 થઈ છે. વેન્ટિલેટર ઉપર 562 અને 43,049 દર્દીઓ સ્ટેબલ છે.
શુક્રવારે 18 થી 45 વર્ષ સુધીના 1,14,339 વ્યક્તિને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 82,301 વ્યક્તિને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 29,610નેબીજો ડોઝ, 4,730 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ , અને 5,561ને બીજો ડોઝ, આમ 2,36,541 વ્યક્તિઓને રસી અપાઈ હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,65,13,240 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.