વડોદરા: વડોદરા શહેરમાં િજલ્લા-27,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 ની પરિક્ષા આપશે. રાજય સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા યોજવાન મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ રાજયના 6.83 લાખ વિદ્યાર્થીઓ ધોરણ બારની પરીક્ષા આપશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના મહામારીના પગલે સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરીને રાજયના ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ દોરણ 12 ના ત્રણેય પ્રવાહના િવદ્યાર્થીઓની લેખીત પરીક્ષા પહેલી જુલાઈથી શરૂ થશે. જેનો વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
કોરોના મહામારીના પગલે સર્જાયેલ પરિસ્થિતિમાં રાજયના િશક્ષણ વિભાગ દ્વારા ધોરણ એકથી અગિયારના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ધોરણ બારની પરીક્ષા કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોયા બાદ કરાશે તેમ લાગતું હતું ત્યારે મંગળવારે મુખ્યમંત્રી એ યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ, સચિવ મુખ્ય શિક્ષણ અગ્ર સચિવ, શિક્ષણ સચિવ સહિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર બોર્ડના અધ્યક્ષ સાથેની ગહન ચર્ચા વિચારણા બાદ પહેલી જુલાઈથી ધોરણ બારની પરીક્ષા યોજવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ બારની લેખિત પરિક્ષા યોજવા માટે કોિવડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવાયું છે.
વિકલ્પ એમસીકયુ, ઓએમઆર પધ્ધતિ મુજબના પ્રશ્નો રહે છે જયારે ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પચાસ માર્કની પરીક્ષા લેવાશે. જયારે સામાન્ય પ્રવાહમાં 100 માર્કસની વર્ણનાત્મક સ્વરૂપની પરીક્ષા લેવાશે. કોવિડ મહામારીને પગલે વિદ્યાર્થીઓના રહેણાંક નજીકની શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો રાખવાનું જણાવાયું છે.
એક વર્ગમાં વધુમાં વધુ વીસ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા રાખવા જણાવાયું છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં. ઉપરાંત થર્મલ સ્ક્રીનીંગ સેનેટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ખાસ જણાવાયું છે. જે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણને પગલે પરીક્ષા ના આપી શકે તેમના માટે પચીસ દિવસ બાદ નવા પ્રશ્નપત્રો સાથે લેખિત પરીક્ષા યોજવાનું આયોજન પણ કરવામાં આવશે.