વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 725 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 64,953 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 5 મરણ નોંધાતા મોંતની સંખ્યા 575 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 9,415 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 725 પોઝિટિવ અને 8,690 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 9,346 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 8,684 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 662 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 406 અને 256 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 6,607 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 872 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 55,032 ઉપર પહોંચી હતી. જ્યારે શહેર વિસ્તારના બાપોદ, અટલાદરા, જેતલપુર, સુભાનપુરા, સમા, અકોટા, પાણીગેટ, જ્યુબલીબાગ, કિશનવાડી, ગોત્રી, ગોરવા, રામદેવનગ ૨, હરણી રોડ, વારસિયા, ફતેગંજ, કારેલીબાગ, વી.આઇ.પી રોડ, નવાપુરા, કોઠી, શિયાબાગ, કપુરાઇ, સુભાનપુરા, તરસાલી, સવાદ, એકતાનગર, ગાજરાવાડી, યમુનામીલ, વાધોડીયા રોડ, દંતેશ્વર, તાંદલજા, દિવાળીપુરા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.
જ્યારે ગ્રામ્યમાં ડભોઇ, પાદરા, કરજણ, ડભોઇ (અર્બન), બાજવા, ઉડેરા, કરચિયા, જરોદ, સયાજીપુરા, વાઘોડીયા, સિસવા, કોયલી, વેમાલી, ફાજલપુર, ચાપડ, ગણેશપુરા, રાયપુરા, ભાયલી ખાતેથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.રવિવારે 872 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 123 સરકારી હોસ્પિટલ,171 ખાનગી હોસ્પિટલ અને 578 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.