ઉત્તરપ્રદેશ: કોરોના રસીકરણ (corona vaccination) માટે ગામડે ગામડે જતી ટીમને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બારાબંકી (barabanki) માં શનિવારે રામનગર બ્લોકની સુરસંડા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં રસીકરણ શિબિર (vaccination center) યોજાયો હતો. બપોરે 3 વાગ્યા સુધીમાં માત્ર 3 લોકો આવીને રસી મૂકવી (take vaccine) હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે કાર્યકરો જ્યારે લોકોને રસી આપવા પહોંચ્યા ત્યારે લગભગ 200 લોકો સરયુ નદી તરફ દોડી ગયા હતા અને પાણીમાં કૂદી ગયા હતાં.
આશા વર્કર, આંગણવાડી કાર્યકરો વગેરે ગામમાં લોકોને સમજાવવા ગયા ત્યારે ગામ લોકો મકાનો બંધ કરી સરયુના ઘાટ પર પહોંચ્યા હતા. કર્મચારીઓ પણ તેમની પાછળ પાછળ રસીકરણ માટે સરયુ ઘાટ પર પહોંચ્યા હતા. પણ થયું એવું કે તે લોકોથી બચવા માટે ગામલોકો સરયુના પાણીમાં ઉતરી ગયા (villagers jump down in river) હતા. આ જોતા જ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. કર્મચારીઓની સૂચનાથી એસડીએમ રામનગર રાજીવ શુક્લા પણ પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા એસડીએમએ નદીમાં કૂદતા લોકોને બોલાવ્યા અને સમજાવ્ય હતા. આ થયું હોવા છતાં, માત્ર 14 લોકોએ જ રસી લીધી હતી. શનિવારે આરોગ્ય વિભાગની ટીમ રસી આપવા ગામ પહોંચી ત્યારે ત્યારે લોકો રસીથી બચવા નદીમાં કૂદી પડ્યા હતાં.
એસ.ડી.એમ.એ ઘટના સ્થળે જઇને ગ્રામજનોને સમજાવ્યું કે રસીકરણ દ્વારા જ કોરોનાથી બચી શકાય છે. દેશભરના કરોડો લોકો દ્વારા રસી લેવામાં આવી છે, કોઈને પણ તકલીફ નથી. એસડીએમની સમજાવટ છતાં ગામલોકો રસી લેવા માટે તૈયાર થયા ન હતા. સાંજ સુધીમાં, ફક્ત 18 લોકો જ શિબિર પર રસી લેવા પહોંચ્યા હતા. તે દરમિયાન નિરીક્ષણ માટે ગયેલા એસડીએમ રાજીવકુમાર શુક્લા સિસોંડા ગામે પહોંચ્યા હતા. નોડલ અધિકારી સૌરભ ત્રિપાઠી અને આરોગ્ય વિભાગની ટીમ સાથે લોકોને સમજાવવા પહોંચ્યા હતા. ટીમને તેમની તરફ આવતા જોઈને લોકો નદીમાં કૂદી પડ્યા હતા.
ગેરસમજો દૂર થઈ પછી રસીકરણ કરવામાં આવ્યું હતું
‘રસીકરણ ટાળવા માટે કેટલાક લોકો સરયુ નદી પાર કરી રહ્યા હતા. તે લોકોને સમજાવી પાછા બોલાવવામાં આવ્યા હતા. રસીકરણ અંગે ગેરસમજો હતી, તે દૂર કરવામાં આવી. આ પછી 14 લોકોને રસી આપવામાં આવી. ‘ – રાજીવકુમાર શુક્લા, એસડીએમ, રામનગર