Madhya Gujarat

હાલોલ બસ સ્ટેન્ડ ખાતે કોરોના મૃતકોને શ્રદ્વાંજલિ અપાઇ

હાલોલ: હાલોલ કોરોના મહામારીના કુરા સમયમાં ફરજ બજાવતા, સંક્રમિત થઈ મૃત્યુ પામેલ એસ ટી નિગમના કર્મચારીઓને હાલોલ બસ સ્ટેન્ડ ખાતે શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવેલ હતી. આપડા રાજ્યમાં પાછલાં એક વર્ષ ઉપરાંતથી કોરોના વાયરસે પગપેસારો કર્યો છે, ત્યારથી લઈને હાલ સુધી રાજ્ય સરકાર ની સાથે ડેમેજ કંટ્રોલર તરીકે રાજ્યના એસ ટી નિગમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં એસ ટી નિગમના કર્મચારીઓ દ્વારા જીવના જોખમે ફ્રન્ટલાઈન વોરીયર્સ તરીકે ફરજ બજાવી હતી, જેને પગલે નિગમના કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હતાં, ને તેમાંથી કેટલાક કર્મચારીઓ એ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. જેથી સમગ્ર રાજ્યમાં ગુરૂવાર ના રોજ રાજ્યના એસ ટી નિગમના યુનિયન અને સંગઠન દ્વારા, રાજ્યમાં કોરોના ના કપરા સમયમાં ફરજ બજાવી, કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામેલ નિગમના કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેના અંતર્ગત હાલોલ શહેર એસ ટી સ્ટેન્ડ ખાતે ગોધરા વિભાગ સંકલન સમિતિના સભ્યો ને હાલોલ એસ ટી વિભાગના અધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતીમાં વિભાગના કર્મચારીઓ તેમજ મુસાફરો દ્વારા બે મિનિટનું મૌન પાળી, કોરોના વોરીયર્સ તરીકેની ફરજ બજાવતા, કોરોના નો ભોગ બની મૃત્યુ પામનાર નિગમના કર્મચારીઓને ભાવભિની શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવેલ હતી.

જ્યારે વિભાગના સંકલન સમિતિના સદસ્ય દ્વારા સરકારશ્રી ને વિનંતિ કરવામાં આવેલ હતી કે, રાજ્યમાં આવેલ અનેક નિગમ ને વિભાગોમાંથી એસ ટી વિભાગ એક એવો વિભાગ છે કે રાજ્યમાં ગમેત્યારે આવેલ કોઈ પણ આપાતકાલિન પરિસ્થિતીમાં સરકારની સાથે રહી ફરજ બજાવે છે. જેથી આવા કપરા સમયે ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવનાર વિભાગના કર્મચારીઓના પરિવારજનો ને જીવનનિર્વાહ કરવા માટે થઈ ને કરવામાં આવતી સહાય બને તેટલી વહેલી ને પુરતી કરવામાં આવે. તેમજ પ્રભુ સદગત્ ની આત્માને શાંતિ અર્પે ને પરિવારજનો ને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે એસ ટી વિભાગના કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.

Most Popular

To Top