નસવાડી : નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન ત્યારે બીજી બાજુ નસવાડીથી બરોડા ચાલતી પ્રાઇવેટ લકઝરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા નસવાડી પોલીસ ઘોર નિંદ્રામાં છે. નસવાડી તાલુકામાં હવે ગામડે ગામડે કોરોના સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ પોલિસ કહી શકાય કારણકે નસવાડીથી ચાલતા પ્રાઇવેટ વાહનો માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે અને લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જો પોલીસ નિયમો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરેતો લોકો કોરોનાથી બચી શકે તેમ છે
હાલ કોરોનાની મહામારી લઈને નસવાડી બજાર સવારે ૮ થી બપોરના ૨ કલાક સુધી ખુલ્લું રહે છે તેવામાં ગામડાના લોકો સવારે ખરીદી અર્થે અને બહારગામ જવા નસવાડી આવે છે જેને લઇને નસવાડી બજારમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા કરે છે પોલીસની બેદરકારીને લઇને નસવાડી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા જ્યારે સરકાર નવા નવા નિયમો કાઢી રહી છે જેમકે માસ્ક ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ જાડવું તો પછી પોલીસ માત્ર માસ્કના હજાર રૂપિયા દંડ ઉઘરાવવામાં મસગુલ રહી છે એવું લાગી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે નસવાડી બજારમાં ઉભા કરાયેલા ટી.આર.બી જવાનો નિષ્ફળ જોવા મળી રહ્યા છે.