સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :- ૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય તો શાંતિથી જમીન પકડી રાખે… એ જ રીતે હવા ગરમ હોય તો ઉંચાઇ પર જાય અને ઠંડી હવા વધુ ઘટ્ટ હોવાને કારણે નીચે પૃથ્વી તરફ વધુ રહે.
૨. કોઈ ફુગ્ગામાં ફૂંક મારી મારીને એને કડક ફૂલાવ્યા બાદ એને છોડી દો તો “ફૂસસસ…” કરતી બધી હવા ફુગ્ગાની બહાર ફૂંકાય. એટલે કે હવા હંમેશા ઉંચા દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ખેંચાય. એટલે કે હવા જ્યાં તેનું પ્રમાણ વધુ હશે ત્યાંથી જ્યાં તેનું પ્રમાણ ઓછું હશે તે દિશામાં જ જશે.
૩. જમીન સૂરજની બધી ગરમી પોતાની અંદર શોષી લે છે, ખાસ પાછી નથી ફેંકતી. જ્યારે પાણી સૂરજની બધી ગરમી પાછી ફેંકી દે છે, બહુ ઓછી ગરમીને પોતાનામાં શોષે છે. (એટલે જ ગરમીના સમયમાં જમીન કરતાં પાણીમાં વધુ મજા આવે છે)
વાવાઝોડાનો જનમ:
મે મહિનામાં જ્યારે કાળઝાળ ગરમી પડે ત્યારે ઉપરના નિયમ નં. ૩ મુજબ દરિયાનાં અમુક ભાગનું પાણી પુષ્કળ માત્રામાં સૂરજના કિરણોને પાછા ફેંકે છે. આ પાછા ફેંકાયેલા ગરમા ગરમ કિરણો સમુદ્રની ઉપર રહેલી હવાને ગરમ કરે છે. (આવી ઘટના જમીન પર કદી નથી બનતી, કારણ કે જમીન તો કિરણોને શોષી લે છે)
સમુદ્રની બરાબર ઉપર, હદથી વધારે ગરમ થવા માંડેલી હવા નિયમ નં. ૧ મુજબ હલકાઈ કરવા માંડે છે અને ઉંચે આકાશ તરફ જવા લાગે છે. એટલી બધી હલકાઈ કે આ ગરમ હવા આકાશમાં છેક ૧૫-૧૭ કિલોમીટર ઉંચે જતી રહે છે.
ટૂંકમાં સમુદ્રના એટલા ભાગની સપાટીથી લઈને છેક આકાશમાં ઉંચે ૧૫ કિલોમીટર સુધીના ભાગમાં હવા રહેતી જ નથી, એકદમ ઓછી થઈ જાય છે.
નિયમ નં. ૨ મુજબ સમુદ્રનો આ ભાગ હવા બાબતમાં ખાલી થઈ ગયો એટલે આજુબાજુના વિસ્તારમાંથી ઠંડી હવા રમરમાઇને એ ભાગ તરફ દોડશે.
ચારે દિશાઓમાંથી દોડી આવેલી ઠંડી હવા ગરમ થયેલા સમુદ્રના આ ભાગ પર આવવાથી અને ભેજના કારણે પોતે પણ ગરમ થવા લાગશે અને એ પણ આકાશમાં પંદર કિલોમીટર ઉંચી જશે. જેના કારણે ચારે તરફથી હજુ વધુ ઠંડી હવા દોડી દોડીને આવશે.
હવા ગરમ થઈ થઈને ઉંચે ચઢ્યા જ કરશે અને વધુ ને વધુ દૂરથી (પછી તો સેંકડો કિલોમીટર દૂરથી) ઠંડી હવા ખેંચાયા કરશે.
૧૫ કિલોમીટર ઉંચો ફૂગ્ગો બની ગયો છે. જે ૨૦૦-૫૦૦ કે ક્યારેક ૧૦૦૦ કિલોમીટર દૂરથી હવાઓને પોતાની તરફ ખેંચી રહ્યો છે. ચક્રવાત સર્જાયો છે. Cyclone is ready to serve.
વાવાઝોડાના જીવન વિશે:-
એ તો બધાંએ ૨ દિવસમાં જોઈ જ લીધું. પણ નોંધવા જેવી વાત એ છે કે, Cyclone હંમેશા વિષુવવૃત્તની આસપાસ જ પેદા થશે. કારણ કે ત્યાં સૂરજના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં જ એટલી ગરમ હવા થઈ શકશે. મતલબ કે અમેરિકા, ભારત, જાપાનમાં વધુ જોવા મળશે, બાકી નોર્વે, સ્વીડન, ન્યુઝીલેન્ડમાં દરિયામાંથી “ખબ ખબ” હાલ્યા આવતા આવા વંટોળિયાં ભાગ્યે જ જોવા મળશે.
દરિયામાં એક વખત પેદા થયા પછી Cyclone ધ્રુવ તરફ ગતિ કરશે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના વાવાઝોડા ઉત્તર ધ્રુવ તરફ જાય અને દક્ષિણ ગોળાર્ધના વાવાઝોડા દક્ષિણ ધ્રુવ તરફ જાય.
એમના રસ્તામાં જમીન આવે તો જમીન પર જાય, બાકી એમનું પોતાનું એવું કોઈ સપનું હોતું નથી કે દરિયામાંથી જમીન તરફ જવું છે કે એવો મોહ પણ નથી હોતો કે આખી જીંદગી દરિયામાં જ રહેવું છે.
Cycloneના કેન્દ્રને તેની આંખ કહેવાય છે એ તો બધાંએ છાપામાં વાંચી લીધું હશે. એ દિવથી અમદાવાદ તરફ આવ્યું મતલબ એની આંખ દિવથી ખસતી ખસતી અમદાવાદ આવી. બાકી જે પવન ફુંકાતો હતો એ તો આંખની દસેય દિશાઓમાં હજાર કિલોમીટર સુધી ફુંકાતો હતો. પણ હા, એ બધો જ પવન ખેંચવાનું કામ આ આંખ કરતી હતી.
જીગો સવારે પૂછતો હતો કે, “૧૫૦ કિલોમીટરની ઝડપ છે. કાલ સાંજનું દિવથી નીકળ્યું છે. તોય હજુ અમદાવાદ કેમ નથી પહોંચ્યું? હું તો આરામથી ચલાવું, વચ્ચે બોટાદ જમવા રોકાવું તોય નવ કલાકમાં પોકી જઉં.” જીગાને તો કેમનું સમજાવવું કે ૧૫૦ કિલોમીટર એના પવન ફૂંકાવાની ઝડપ છે, આંખની ગતિની ઝડપ નહીં. Cycloneની એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની ઝડપ એક દિવસના ૩૦૦થી ૫૦૦ કિલોમીટર જેટલી જ હોય છે. ભલે પવન ૨૫૦ કિલોમીટર/કલાકની ઝડપે ફૂંકે, કે ભલે ૧૨૦૦ કિલોમીટર દૂરનો પવન પણ ખેંચતું હોય. વાવાઝોડાનું મૃત્યુ :-
Cyclone બિચારું જેવું દરિયામાંથી જમીન પર આવે નીચેથી દરિયાનો ભેજ અને ગરમી ફેંકનાર પાણી જતું રહે છે. જે એના મુખ્ય એન્જિન છે. એથી જમીન પર આવ્યા બાદ એનું જોર અને એની ઝડપ ઘટવા માંડે છે. ધીરે ધીરે મરી જાય છે.
Cyclone જમીન પર પ્રવેશ્યા બાદ જ મરે એવું જરુરી નથી. ઘણાં Cyclone તાપમાન અને વાતાવરણમાં ફેરફાર આવતા દરિયામાં ને દરીયામાં જ ઉકલી જાય એવું પણ બને.
તે છતાં એ એટલી મજબૂતીથી પવન ખેંચે છે કે દરિયામાં બેઠું બેઠું પણ જમીન પર તબાહી મચાવી શકે છે.
Cyclonesના જીવનની પણ કરુણતા છે.. ધ્રુવ સુધી પહોંચવા માટે નીકળ્યા હોય છે, પણ બિચારા ક્યારેય પહોંચી શકતા નથી. –નિમતા શેઠ ‘યાશી’-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-
૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય તો શાંતિથી જમીન પકડી રાખે… એ જ રીતે હવા ગરમ હોય તો ઉંચાઇ પર જાય અને ઠંડી હવા વધુ ઘટ્ટ હોવાને કારણે નીચે પૃથ્વી તરફ વધુ રહે.
૨. કોઈ ફુગ્ગામાં ફૂંક મારી મારીને એને કડક ફૂલાવ્યા બાદ એને છોડી દો તો “ફૂસસસ…” કરતી બધી હવા ફુગ્ગાની બહાર ફૂંકાય. એટલે કે હવા હંમેશા ઉંચા દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ખેંચાય. એટલે કે હવા જ્યાં તેનું પ્રમાણ વધુ હશે ત્યાંથી જ્યાં તેનું પ્રમાણ ઓછું હશે તે દિશામાં જ જશે.
૩. જમીન સૂરજની બધી ગરમી પોતાની અંદર શોષી લે છે, ખાસ પાછી નથી ફેંકતી. જ્યારે પાણી સૂરજની બધી ગરમી પાછી ફેંકી દે છે, બહુ ઓછી ગરમીને પોતાનામાં શોષે છે. (એટલે જ ગરમીના સમયમાં જમીન કરતાં પાણીમાં વધુ મજા આવે છે)
વાવાઝોડાનો જનમ:
વાવાઝોડાનું મૃત્યુ :-
–નિમતા શેઠ ‘યાશી’-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.