Gujarat

રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો, નવા 4773 કેસ: 64ના મોત

રાજ્યમાં કોરોનાને કારણે નવા 4,773 કેસ નોંધાયા હતા, તેમજ વધુ 64 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9404 થયો છે. બીજી તરફ ગુરૂવારે 8308 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,77,798 દર્દીઓ સાજા થયા છે. ગુરૂવારે અમદાવાદ મનપામાં 8, સુરત મનપામાં 5 અન ગ્રામ્યમાં 3, વડોદરા મનપામાં 3 અને ગ્રામ્યમાં 3, રાજકોટ મનપામાં 3 અને ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 3, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપામાં 2 અને ગ્રામ્યમાં 2, મહેસાણામાં 3 સહિત કુલ 64 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 1079, સુરત મનપામાં 297, વડોદરા મનપામાં 422, રાજકોટ મનપામાં 192, ભાવનગર મનપામાં 59, ગાંધીનગર મનપામાં 51, જામનગર મનપામાં 138 અને જૂનાગઢ મનપામાં 101 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 209, જામનગર ગ્રામ્ય 138, વલસાડ 52, મહેસાણા 97, વડોદરા ગ્રામ્ય 162 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 89,018, વેન્ટિલેટર ઉપર 716 અને 88,302 દર્દીઓ સ્ટેબલ છે. ગુરૂવારે 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓનો પ્રથમ ડોઝ 46162, 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 41,104, 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 40,704, હેલ્થ કેર વકર્સ અને ફંટ લાઈન વકર્સનો પ્રથમ ડોઝ 3671, અને બીજો ડોઝ 5531 આમ અત્યાર સુધીમાં કુલ 1,49,50,228 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top