ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ વિજય રૂપાણી (cm rupani)એ બુધવારે રાત્રે પીએમ નરેન્દ્ર મોદી (pm modi)નો આભાર વ્યકત્ત કર્યો હતો.
કોર કમિટી (core committee)ની બેઠક બાદ આજે રાત્રે ફેસબુક લાઈવ (fb live)ના માધ્યમથી સંબોધન કરતાં રૂપાણીએ કહ્યું હતું કે તીવ્ર વાવાઝોડાથી ગુજરાતમાં નુકસાની અને જાનહાની બહુ મોટા પાયે થયા નથી તે માટે ગુજરાત ઉપરની સોમનાથ દાદાની કૃપા, દ્વારકાધીશના આશીષ અને મા જગદંબાની અમી દ્રષ્ટિને કારણે તેમજ રાજ્ય સરકારના આયોજનબદ્ધ સમયસરના પગલાઓને કારણે શક્ય બન્યું, હવે ગુજરાતમાં વાવાઝોડુ ગયા બાદ સ્થિતિ પૂર્વવત કરવા માટે સરકારનું તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યુ છે. તેમણે કહ્યું હતુ કે ગુજરાત કદી ન “ઝુક્યુ છે કે ન રોકાયુ છે”.
તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 1200 જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી 1100 જેટલા રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે આ માટે માર્ગ અને મકાન વિભાગની 633 ટીમમાં 964 ઇજનેરો સહિત 3500થી વધુ શ્રમિકો 3528 જેટલી મશીનરી અને સાધનો સાથે કાર્યરત થયા છે. બાકીના રસ્તા આવતી કાલ સાંજ સુધીમાં ચાલુ થઇ જશે. વાવાઝોડાના કારણે 66 કેવીના 219 સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા તે પૈકી 152 સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે આ માટે 15000 થી વધારે વીજકર્મીઓ સતત રિસ્ટોરેશન કામગીરીમાં જોડાયા છે. જે સબસ્ટેશનો હજુ અસરગ્રસ્ત છે તે ચાલુ કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.
રાજ્યની 295 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો બંધ કરાયો હતો અને જનરેટર સેટથી વિજળી આપવામાં આવતી હતી હવે 295 પૈકી 269 કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. 29 કોવિડ હોસ્પિટલ જે હાલ જનરેટર સેટ ઉપર ચાલે છે ત્યાં આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. વાવાઝોડાના કારણે રાજ્યના આશરે 2100 જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા તે પૈકી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરી છે. રાજ્યમાં આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના 80 હેડવર્ક પ્રભાવિત થયા હતા તે પૈકી 47 હેડવર્ક ચાલુ કરી દેવાયા છે અને બાકીના આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે.
કેશડોલ્સ ચૂકવાશે
કોને કેટલી કેશડોલ ચૂકવાશે
કોર કમિટિમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલ ગુરૂવારથી જ તાઉતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામાં આવશે. પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ.100 અને બાળકોને એક દિવસના રૂ. 60 લેખે કેશડોલ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર તા. 16 કે 17મેના દિવસે કરવામાં આવ્યું હશે તેઓને 7 દિવસની કેશડોલ ચુકવાશે, જ્યારે જેમનું સ્થળાંતર 18મીએ કર્યુ હશે તેમને 3 દિવસની કેશડોલ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.