Charchapatra

ડોગરેજી મહારાજ સદા સંત તરીકે યાદ રહેશે

જન્મભૂમિ મહારાષ્ટ્ર, કર્મભૂમિ ગુજરાત એવા મહાન સંત ડોંગરેજી મહારાજે સાંઠને સીત્તેરના દાયકામાં ગુજરાતના પ્રત્યેક શહેરમાં ગામડામાં શ્રીમદ્દ ભાગવત ગીતા કથાથી એમની મીઠી મધૂર વાણીથી ભક્ત લોકોના દીલ જીતી લીધા હતા. સાચા અર્થમાં ગીતાના અભ્યાસ દ્વારા કર્મના સિધ્ધાંતથી લોકોને જાગૃત કર્યા હતા. એનો લાભ સુરતવાસીઓએ પણ અનેકવાર લાભ લીધો હતો. એમના મુખમાંથી મારો લાલો શબ્દ હજુ પણ કાનમાં ગુંજે છે. કથાના રસપાન સિવાય એમને બીજો કોઈ સસ્તો રસ્તો ક્યારે પકડયો નહોતો. જીવન પણ એમનું ધન્ય બન્યું અને મૃત્યુ પણ સુધરી ગયું.મોરારી બાપુએ જાહેરમાં કહ્યું હતું કે હુ એક શિક્ષક છું. મને એક કથાકાર તરીકે યાદ રાખશો તો મને ગમશે. બાકી સંત તરીકે મારે હજુ લાંબી મઝલ કાપવાની બાકી છે.

ઠીક છે ભક્તો મને સંત તરીકે માને છે સમજે છે. એની પાછળ એમની શુભભાવના છે. હું એક સાધુ સમાજનો પ્રતિનિધિ છું. મોરારીબાપુએ એક કથાકાર તરીકે દેશ અને દુનિયામાં રેકોર્ડ કર્યા છે. તેઓએ ‘રામચરિત માનસ’ નો ઊંડો અભ્યાસ કર્યો છે. અને એ રીતે તેઓએ ‘રામચરિત માનસ’ કથા પર પોતાની વાણી દ્વારા વૃદ્ધોને, યુવાનોને, માતાઓને, બહેનોને દિકરીઓને પ્રસન્ન કર્યા છે. એમની કથામાં ગીતસંગીત, શેરશાયરી, ગઝલ, ભજનકિર્તનથી ભક્તોને ઘેલા કર્યા છે. એમાં એ બધુ લોકપ્રિય બન્યું ખરૂ. પરંતુ કથાનો અસલી રંગ ફિકો પડી જાય છે. ઠીક છે બાકી મોરારીબાપુ પણ જાહેર જીવનમાં કેટલાંક કારણોસર વિવાદાસ્પદ બન્યા છે.

એ સાથે ભારપૂર્વક કહેવું જોઈએ કે આશારામ બાપુ પિતા પુત્ર બંનેમાં સંત તરીકેની એક તૈસા ભારની પણ લાયકાત હતી નહી. હા દુનિયાને ઝુંકાવવાની એનામા તાકાત હતી. એમાં ભક્તોની અજ્ઞાનતા સિવાય બીજુ કાંઈ હતું નહી. ખૈર જૈસી કરની વૈસી ભરની કહેવત મુજબ હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છો.
સુરત- જગદીશ પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top