અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે, તેની સાથે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા ઈન્જેકશનની અછત જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં મ્યૂકોરમાઈકોસીસના ૧૫૦ જેટલા દર્દીઓ સામે આવ્યા છે, જેમાં માત્ર બે દિવસમાં ૧૧૨ દર્દીઓ સારવાર લેવા આવ્યા છે.
અહીં પ્રતિદિન ૧૦ દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. આ રોગમાં દર્દીને આંખ, કાન, નાક અને ગળાના ભાગમાં સોજો આવે છે. નબળી રોગ પ્રતિકારક શકિત્ત ધરાવતાં લોકો પણ આ રોગનો જલ્દી શિકાર બની જાય છે. ગાંધીનગમાં તબીબોએ કહ્યું હતું કે, મ્યૂકોરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે ઉપયોગી એવા જરૂરી ઈન્જેકશનની અછથ જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર વખતે આ રોગન દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહયો છે.
ગાંધીનગર સિવિલમાં મ્યૂકોરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરાયો છે, અલબત્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગી એવા એમ્ફોટિસીરિન B-50 એમજી ઈન્જેકશનો હજુ સુધી સરકર તરફથી મળ્યા નથી. રાજય સરકારે આ ઈન્જેકશન ખરીદવા માટે અંદાજિત ૩ કરોડ કરતાં વધુ રકમનો ઓર્ડર આપી દીધો છે.