Gujarat

બળિયા બાપજીને ઠંડા કરવા અમદાવાદ નજીકના પલોડિયા ગામે સેંકડો મહિલાઓ બેડા લઇને નીકળી

ગાંધીનગર: (Gandhinagar) પહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ અને તે પછી ગાંધીનગરમાં ચીલોડા નજીક આવેલા રાયપુ ગામ તેમજ હવે અમદાવાદ જિલ્લામાં શીલજ પાસે પલોડિયા ગામે આજે મહિલાઓ (Women) માથે પાણી ભરેલા બેડા લઈને વરઘોડા સાથે નીકળી હતી. એટલુ જ નહીં ડીજેના તાલે મહિલાઓ ગરબે ઘૂમી હતી. જો કે, કોઈએ માસ્ક (Mask) પણ પહેર્યા ન હતાં. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.

  • ડીજે વચ્ચે નીકળેલા આ ધાર્મિક વરઘોડો કાઢનાર ગામના સરપંચ સહિત 35 સામે ગુનો નોંધાયો
  • બળિયા બાપજીએ ગામના ભૂવાજીને સપનામાં આવીને કહ્યું મને ઠંડા કરો

ળિયાબાપજીને પાણી ચડાવવાની વાત હવે ગ્રામીણ વિસ્તારમાં ફેલાઈ જવા પામી છે. નિધરાડ ગામમાં ભૂવાજીને સપનું આવ્યુ હતું કે બળિયા બાપજીએ પાણી ચડાવીને ઠંડા કરવા કહ્યું છે. આજે પલોડિયામાં ડીજેના તાલે મહિલાઓનો પાણી ભરેલા બેડા સાથે વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગામમાં ચોકમા મહિલાઓ બેડા સાથે ગરબે પણ રમી હતી. તે બળિયા દેનવે પાણી ચડાવવામાં આવ્યુ હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વ્રારા ગામના સરપંચ સહિત ૩૫ લોકોની સામે ગુનો દાખલ કરી દેવાયો છે.

રાજ્યમાં કોરોનાના 11,017 નવા કેસ, 102 દર્દીઓનું મૃત્યુ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,017 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 102 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8731 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2795, સુરત મનપામાં 781, વડોદરા મનપામાં 664, રાજકોટ મનપામાં 286, ભાવનગર મનપામાં 292, ગાંધીનગર મનપામાં 117, જામનગર મનપામાં 305 અને જૂનાગઢ મનપામાં 227 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 264, જામનગર ગ્રામ્ય 206, વલસાડ 122, મહેસાણા 411, વડોદરા ગ્રામ્ય 484 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,27,483 વેન્ટિલેટર ઉપર 804 અને 1,26,679 દર્દીઓ સ્ટેબલ છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 17, સુરત મનપામાં 9, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા મનપામાં 5, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 6, ભાવનગર મનપા 3, જૂનાગઢ મનપા 3, જૂનાગઢ ગ્રામ્યમાં 5, કચ્છમાં 4, મહેસાણામાં 4, સહિત કુલ 102 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 15,264 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,68,397 દર્દીઓ સાજા થયા છે. આજે 18 થી 45 વર્ષ સુધીના 33450 વ્યકિતઓને પ્રથમ ડોઝ , 45થી વધુ ઉંમરના વ્યકિતઓને 44146 પ્રથમ ડોઝ, જ્યારે 90646 બીજો ડોઝ, તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર 6507 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ 12975 વ્યકિતઓને આપવામાં આવ્યો છે. આમ આજે કુલ 1,87,724 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 1,45,67,089 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top