surat : એક તરફ સરકાર દ્વારા વેક્સિન ( vaccine) મુકાવવા માટે જાહેરાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ રસી જ આપવામાં આવતી નહી હોવાને કારણે સુરત શહેરમાં કોરોનાની રસી આપવાની કામગીરી મંદ પડી જવા પામી છે. સુરતમાં ગત તા.16મી જાન્યુ.થી વેક્સિનેશ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર માસથી વેક્સિનેશન ( vaccination) ની કામગીરી ચાલી રહી છે. જેમાં મનપા અત્યાર સુધીમાં રસીના માત્ર 10 લાખ ડોઝ જ આપી શકી છે. સુરત શહેરની અંદાજિત વસતી 60 લાખ જેટલી છે. એ પ્રમાણે તમામ વસતીને આવરી લેવા માટે બે ડોઝની ગણતરી પ્રમાણે 1.20 કરોડ વેક્સિનના ડોઝ મુકવા પડે પરંતુ સુરત મનપા દ્વારા હજુ સુધીમાં માત્ર 10 લાખ ડોઝ જ અપાયા હોવાથી એવું કહી શકાય કે ચાર માસના અંતે પણ સુરતમાં માત્ર 8.3 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે!
જ્યારે વેક્સિનેશન શરૂ થયુ ત્યારે શરૂઆતમાં તો પ્રતિદિન 20 હજાર અને ત્યારબાદ પ્રતિદિન 50 હજાર કરતા વધુ લોકોનું વેક્સિનેશન કરાયું હતું. મનપા દ્વારા તે જ પ્રમાણે સુવિધા કરવામાં આવી છે કે, પ્રતિદિન 50 થી 70 હજાર લોકોનું વેક્સિનેશન થઈ શકે. પરંતુ વેક્સિનનો જથ્થો જ પ્રમાણમાં ઓછો આવતો હોય, વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ જ ધીમી પડી છે. કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન એકમાત્ર ઉપાય છે ત્યારે હાલની વેક્સિનેશનની સ્પીડ જોતાં તમામ લોકોને વેક્સિન આપવામાં ચાર વર્ષનો સમય નીકળી જાય તેમ છે.
અત્યાર સુધીમાં શહેરમાં સૌથી વધુ અઠવા ઝોનમાં વેક્સિનેશન થયું છે. અઠવા ઝોનમાં કુલ 1,96,279 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા વરાછા-બી ઝોનમાં 96,596 ડોઝ આપવામાં આવ્યા છે. મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 10,43,208 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં તેમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, સિનિયર સિટિઝન, કો-મોર્બિડ પેશન્ટ ઉપરાંત 18થી ઉપરના એમ તમામના પ્રથમ અને બીજો ડોઝનો સમાવેશ થઈ ચૂક્યો છે.
હાલમાં લક્ષ્યાંક મુજબ જ વેક્સિનેશન થઈ રહ્યું છે: ડે.કમિ. ડો. આશિષ નાયક
શહેરમાં હાલમાં 18 થી 44 વયજુથના લોકોનું વેક્સિનેશન પુરજોશમાં થઈ રહ્યું છે. તેમજ 45 થી ઉપરના લોકોને કે જેઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેઓનું વેક્સિનેશન પણ લક્ષ્યાંક પ્રમાણે કરી રહ્યા છે. બીજા ડોઝ માટે લોકોને મેસેજ પણ સમયસર આપી રહ્યા છે. હાલમાં પ્રતિદિન વેક્સિનેશન વધારી 17,000 પર આવ્યા છીએ.
ઝોનવાઈઝ કેટલા લોકોને પ્રથમ અને બીજો ડોઝ મુકાયો?
ઝોન પ્રથમ ડોઝ બીજો ડોઝ
સેન્ટ્રલ 87,480 27,184
વરાછા-એ 97,396 27,513
વરાછા-બી 79,783 16,813
રાંદેર 1,21,543 30,098
કતારગામ 1,04,586 27,387
લિંબાયત 87,851 17,966
ઉધના 1,00,690 20,639
અઠવા 1,44,354 51,92