હૈદરાબાદના ઝુમાં ૮ જેટલા સિહોને કોરોના થઈ જતાં હવે રાજ્ય સરકાર ગીરના સિંહોની ચિન્તા કરી રહી છે. ખાસ કરીને ગીરના સિંહો પર નજર રાખવામાં આવી રહી છે.
સિંહોની વર્તણૂંકમાં કોઈ ફેરફાર જણાય તો ઉચ્ચકક્ષાએ તેની ત્વરીત જાણ કરવા પણ તાકિદ કરાઈ છે.
ગીરના જંગલમાં ફરજ બજાવી રહેલા ટ્રેકર્સને પણ સિંહોની અવર જવર પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે, આ ઉપરાંત વેટરનરી તબીબોને પણ એલર્ટ સંદેશો આપી દેવાયો છે.
વન વિભાગના ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈલાઈન આપવામાં આવી છે.જે ના પગલે ગીરમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. ઝુમાં પણ સિહોની નજીક કોઈ જવા દેવામાં આવતા નથી. જો કોઈ કેરટેકરને ખાંસી હોય તો ત્વરીત આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા જણાવાયુ છે. જે ઝુમાં સિંહો છે ત્યાં તકેદારી રાખવા સૂચના અપાઈ છે.