દેશમાં શનિવારે કોરોના ( corona) ના નવા 392,488 કેસો મળી આવ્યા હતા. જે એક દિવસ પહેલા નોંધાયેલા 401,993 કેસની તુલનમાં લગભગ 9,500 ઓછા છે. એક મહિના કરતા વધુ સમયમાં આ પ્રથમ વાર છે જ્યારે દૈનિક કેસ ( daily cases) ની સંખ્યા સોમવાર સિવાયના દિવસે અગાઉના દિવસની તુલનામાં ઘટાડો નોંધાયો હોય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,673 મૃત્યુ નોંધાયાં હતા.રવિવારે લેવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઓછી હોવાના કારણે એપ્રિલ મહિનામાં, સોમવાર સિવાયના દિવસે દરરોજ કેસની દૈનિક ગણતરીમાં વધારો નોંધાયો હતો. એપ્રિલની શરૂઆતમાં ભારતમાં દિવસમાં એક લાખથી ઓછા કેસ નોંધાતા હતા. જે હાલમાં વધીને એક દિવસમાં 4 લાખથી વધુ કેસો સુધી પહોંચી ગયા છે.
આ મહિનાથી ચાલતું વલણ આખરે શનિવારે તૂટી ગયું હતું. પરંતુ, તે રસપ્રદ આંકડા કરતાં વધુ કંઇ હોઈ શકે નહીં. હાલમાં તે સૂચવવું ખૂબ જ વહેલું છે કે આ કદાચ વળાંકની શરૂઆત હશે. પરંતુ સામાન્ય રીતે સોમવારે થતાં ટેસ્ટની તુલનામાં રવિવારે ટેસ્ટ ઓછા હોવાથી કેસોમાં ઘટાડો નોંધાયો હોવાનું શક્ય છે. શનિવારે 18 લાખથી વધુ સેમ્પલ્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે અગાઉના બે દિવસમાં લેવામાં આવેલા 19 લાખ કરતા ઓછા ટેસ્ટ હતા. પરંતુ અન્ય દિવસ કરતા વધુ હતા.
દેશને કોરોનાના ખપ્પરમાં જતાં જો હજુ કોઈએ અટકાવ્યું છે તો એ છે આપણાં દેશનું આરોગ્ય તંત્ર. તેમાં પણ ડોકટરોએ દેશને ભગવાનની જેમ ઉગારયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ રવિવારે કોરોનાની પરિસ્થિતિના અસરકારક સંચાલન માટે માનવ સંસાધનોને વધારવા માટેના વિવિધ પગલાઓની સમીક્ષા કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને મહામારીની ફરજમાં જોડાવનારને મેડિકલ અને નર્સિંગ અભ્યાસક્રમોમાંથી પાસ-આઉટ્સ કરવાનો સમાવેશ થાય છે.તેઓએ ઉમેર્યું હતું કે, આ અંગેની અંતિમ વિગતો સોમવારે જાહેર થવાની સંભાવના છે.
સરકારી સૂત્રે જણાવ્યું હતું કે, આ નિર્ણયોમાં NEETમાં વિલંબ થવાનો અને કોરોના સામેની લડતમાં ફરજમાં જોડાવા માટે અભ્યાસ કરતા MBBS પાસ-આઉટને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થઈ શકે છે. આ નિર્ણયોમાં અંતિમ વર્ષના એમબીબીએસ અને નર્સિંગ વિદ્યાર્થીઓની સેવાઓમાં સામેલ જોડાઈ શકે છે.સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના મહામારી સામે ફરજ બજાવતા તબીબી કર્મચારીઓને સરકારી ભરતી અને આર્થિક પ્રોત્સાહનોમાં પણ પસંદગી આપવામાં આવી શકે છે.કોરોનાના કેસોમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને દેશના કેટલાક ભાગોમાં હેલ્થકેર કર્મચારીઓમાં ભારે તકલીફના અહેવાલો વચ્ચે સમીક્ષા બેઠક મળી હતી. તેમજ ટેસ્ટની સુવિધા પણ તણાવ હેઠળ છે.
મોદી સાથેની અગાઉની સમીક્ષા બેઠકમાં આર્મી જેવી સંસ્થાઓએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, તેઓએ હંગામી હોસ્પિટલ શરૂ કરી દીધી છે અને તબીબી કર્મચારી ત્યાં નાગરિકોની સારવાર કરે છે.