surat : હાલમાં કોવિડના મૃત્યુ ( covid death ) ના ડરથી લોકો ફફડી ગયા છે. કોવિડ ( covid) ના આ બીજા વેવથી લોકો ભલે ડરી ગયા છે. પરંતુ દિવાળી સુધીમાં જે ત્રીજી લહેર આવવાની છે તે આનાથી ભયાનક હોવાની શક્યતા શહેરના તબીબો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.સંભવત હાલમાં કોવિડ જે ડબલ મ્યૂટેનનું સ્વરૂપ ધરાવે છે. તેના બદલે કોવિડની ત્રીજી લહેર બેથી ચાર મહિનામાં ગમે ત્યારે ત્રાટકી શકે છે. આ કોવિડનું સ્વરૂપ જો વધારે બગડ્યું તો આવનારા દિવસો દેશ અને ગુજરાત માટે ભયાનક હશે. અને જો કોઇ શહેરીજને રસીકરણ (vaccination) નહીં કરાવ્યું હોય તો તે શહેરીઓએ તેમના પરિવારનો ભોગ આપવા માટે તૈયાર રહેવું પડશે. આ વખતે જે લોકોએ બે રસીના બે ડોઝ નહી લીધા હોય તો તેઓને દિવાળી સુધીમાં જાનનું જોખમ રહેશે.
ડો સમીર ગામીએ આ મામલે જણાવ્યું હતું કે દિવાળી સુધીમાં ત્રીજો વેવ આવી શકે છે. કોવિડથી બચવા માટેનો એક માત્ર ઉપાય છે રસી. રસીકરણથી લોકો તેમના પરિવારજનોને બચાવી શકે છે. શહેરના દસ હજાર મેડિકલ સ્ટાફ ( medical staff) માં વેક્સિનેશનના બે ડોઝ લીધા પછી મૃત્યુદર લગભગ શૂન્ય છે. જ્યારે કોવિડનો દર બે ટકાની આસપાસ સામાન્ય છે. આમ કોવિડની રસી જ કોવિડથી બચાવી શકે છે. સરકાર ગમે તે રીતે હાલમાં જે બાર કરોડ લોકોને રસી આપી છે તે આંકડો પચાસ કરોડને ક્રોસ કરે તે જરૂરી છે. આમ લોકોએ જો પોતાની જાનને બચાવવી હોય તો ફરજિયાત રસી લેવી જ પડશે.
તેમજ રેમડેસિવિર ( remdesivir) ની સાઇડ ઇફેકટ ( side effect) ને કંટ્રોલ કરતી અને લંગ્સ સામે ટોસીલીઝુમેબ રક્ષણ આપે છે. દેશમાં ટોસીલીઝુમેબ હાલમાં મોજૂદ નથી. આ ઇન્જેકશનનો સ્ટોક સ્વિત્ઝર્લેન્ડથી આવે છે .અલબત તેને સમાંતર અને ભારતમાં મેન્યુફેકચર થતી ઇટોલીઝુમેબ દવા તે ટોલીસી જૂમેબની જેમ જ રિઝલ્ટ આપે છે. જો ટોસીલીઝુમેબ ન હોયતો ઇટોલીઝુમેબથી દર્દીઓના જીવ બચાવી શકાય છે. ડો સમીર ગામીએ આ વિગત જણાવી હતી. તેઓએ જણાવ્યું કે, સામાન્ય સાઇડ ઇફેકટ આ ઇન્જેકશમાં આવી શકે છે પરંતુ દર્દીનો જીવ બચાવી શકાય છે. હાલમાં ઇટોલીઝુમેબ લંગના ઇન્ફેકશનને કાબૂ કરી રહી છે. તેઓ દ્વારા ટોસીલીઝુમેબની સમાંતર હાલમાં આ જ ઇન્જેકશન આપવામાં આવી રહ્યા છે. ટોસીલીઝુમેબ અને અને ઇટોલીઝુમેબની બજાર કિંમત બજારમાં સમાંતર હોવાની વિગત ડો સમીર ગામીએ જણાવી છે. આ ઉપરાંત આ દવા દેશમાં ચાર જેટલી કંપનીઓ પણ બનાવી રહી છે.