પંચમહાલ જિલ્લાની મોરવાહડફ ( morva hadaf) વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.
મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21669 મતો મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથાર ( nimisha suthar) નો 45432 મતોની લીડથી વિજય થયો હતો. કોવિડ ગાઈડલાઈન ( covid guideline) મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોઈ તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હારું થઈ હોવાનું જણાવ્યું હતું.
કોરોનાને કારણે ગાયબ રહ્યા સમર્થકો
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીની મત ગણતરીમાં કોરોના ( corona) નું ગ્રહણ જોવા મળ્યું હતું. દર વખતે હજારોની સંખ્યામાં દેખાતા સમર્થકો આજે ગાયબ જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્રનું મેદાન સાવ ખાલીખમ જોવા મળ્યું હતું. ચુસ્તપણે કોરોના ગાઇડલાઈનનો અમલ કરાવવામાં આવ્યો હતો. અગાઉની ચૂંટણી મતગણતરી ટાણે હજારો સમર્થકોથી ઉભરાતો મત ગણતરી બહારનો વિસ્તાર હાલ સુમસામ ભાસી રહ્યો હતો. કોરોનાના ગ્રહણને લઈ ઉમેદવારના સમર્થકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો.કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી લીધી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સત્તા ભાજપની હોઈ મસલ પાવર વાપરી જીત થઈ તેમજ કોરોનાના ડરથી મતદારો મતદાન કરવા બહાર ના નીકળ્યા છતાં જીત જીત છે. bjp ઉમેદવાર નિમિષાબેનને અભિનંદન.
કોવિડની તમામ ગાઇડલાઇન મુજબ મતગણતરી યોજાઈ રહી છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.