સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધતા, તેઓને સીધા ઓક્સિજન (Oxygen) અને વેન્ટિલેટર પર મુકવાનો વારો આવી રહ્યો છે. સુરતમાં શહેર બહારથી પણ લોકો સારવાર માટે આવતા, શહેરની હોસ્પિટલોમાં બેડ ભરાઈ રહ્યા છે. ખાસ કરીને શહેરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરના બેડની (Bed) અછત વર્તાઈ રહી છે. શહેરમાં હાલમાં ખાનગી, સરકારી તેમજ તમામ કોવિડ કેર સેન્ટરોમાં મળીને 9698 બેડ છે. જે પૈકી 6055 બેડ ભરાઈ ચુક્યા છે. એટલે કે, કુલ બેડના 62.44 ટકા બેડ ભરાયા છે. શહેરમાં સૌથી વધુ વેન્ટિલેટર બેડની અછત છે. વેન્ટિલેટર બેડની સંખ્યા 1260 છે. જે પૈકી 1048 વેન્ટિલેટર બેડ ભરાઈ ચુકાયા છે. એટલે કે, 83.17 ટકા વેન્ટિલેટરના બેડ ભરાઈ ચુકાયા છે. જેથી શહેરમાં ઓક્સિજનની સુવિધા સાથેના કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવી રહ્યા છે.
કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી
હોસ્પિટલ કુલ બેડ બેડ ભરાયા ઓક્સિજન બેડ ભરાયા વેન્ટિલેટર બેડ ભરાયા
- નવી સિવિલ 1518 1090 1002 648 466 363
- સ્મીમેર 941 473 679 233 262 240
- ખાનગી 4746 3608 3247 2464 532 445
- કોવિડ કેર સેન્ટર 2493 884 771 425 0
- કુલ 9698 6055 5699 3764 1260 1048
ટકાવારી 62.44 66.05 83.17
હજીરામાં ઓક્સિજનના વધુ 500 બેડની સુવિધા કરાવવા મુદ્દે મનપા કમિશનરની સ્થળ વિઝીટ
સુરતઃ 500 બેડની સુવિધા મળી રહે તે માટેની કામગીરીનું નિરીક્ષણ કરવા મનપા કમિશનર અને મનપાના અધિકારીઓ હજીરા પહોંચ્યા હતા. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. શહેરમાં ખાસ કરીને બહારના દર્દીઓ વધતા ઓક્સિજન માટેની કટોકટી સર્જાઈ છે. સિવિલ, સ્મીમેર હોસ્પિટલોએ પણ દરવાજા બંધ કરી દેતા શહેરીજનો હવે રીતસરના ગભરાયા છે. બીજી બાજુ હજીરા ખાતે એએમ-એનએસના સહયોગથી 250 બેડની ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની 500 બેડની સુવિધા અન્ય સ્થળ પર પણ સ્થાપિત કરવામાં આવે તે માટે આજે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ આર્સેલર મિત્તલના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતા.
શહેરમાં કોરોના વાયરસનો આ બીજો વેવ છે. જે ચેપી તથા ઘાતક છે. શહેરમાં ઉપસ્થિત થયેલી આ કટોકટીના સમયે કોરોનાગ્રસ્તોને કોવિડ સંદર્ભે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે એએમ-એનએસ ઈન્ડિયાના સહયોગથી હજીરા ખાતે ઓક્સિજન સાથે 250 બેડની કોવિડ–19 ની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. તે જ પ્રકારની વધુ 500 બેડની સુવિધા મળી રહે તે માટેની કામગીરીનું નિરીક્ષણ કરવા મનપા કમિશનર અને મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.