Gujarat Main

18 વર્ષથી ઉપરના માટે વેક્સીનેશનની જાહેરાત તો કરી દીધી પણ જથ્થો ન હોવાના કારણે 1 મેનો કાર્યક્રમ મોકૂફ

રાજ્યમાં કોરોનાની ( corona ) ગતિને ધીમી કરવા માટે સરકારે 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન (vaccination) અંગે જાહેરાત કરી હતી. જો કે રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન ( vaccine) નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો  જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈનમેન્ટ અપાશે. જોકે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનુ વેક્સીનેશન ચાલુ રહેશે. 

રોજ સવાર પડેને લોકો માટે સરકાર કઈક નવા જ નિયમો અને કાયદા લાવી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્ર દ્વારા આ માહિતી મળી છે કે, કેન્દ્રમાથી ગુજરાતને વેક્સીનનો જે જથ્થો મોકલવાનો હતો, તે હજી આવ્યો નથી. સાથે જ કેન્દ્ર સરકાર પાસે પણ ઓછો જથ્થો છે. તેથી રાજ્યો પાસે હજી રસીનો જત્થો પહોંચ્યો નથી. તેથી ગુજરાતમાં 1 તારીખથી 18 થી વધુની ઉંમરના માટે વેક્સીનેશન શરૂ નહિ થઈ શકે. ફરીથી વેક્સીનેશન ક્યારે શરૂ થશે જલ્દી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે. જોકે, 45 વર્ષથી ઉપરનાનો રસીકરણનો કાર્યક્રમ ચાલુ રહેશે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. ગુજરાતમાં જથ્થો આવ્યા બાદ જ વેક્સીનેશનની કામગીરી ફરીથી શરૂ થશે. જોકે, હાલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તો ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ જત્થો આવવતા એક સપ્તાહ જેટલો સમય લાગશે. દેશના ત્રણ રાજ્યોએ વેક્સીનેશન કાર્યક્રમ અટકાવવાનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે જરૂરિયાત છે તે પ્રમાણે જથ્થો ઉપલબ્ધ નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર રાજ્યોને પણ વેક્સીનનો જથ્થો મળ્યો નથી. વેક્સીનનો ઉપલબ્ધ જથ્થો આ રાજ્યોમાં પહોંચ્યો નથી. ગુજરાતમાં પણ જથ્થો આવ્યો નથી. તે આવશે તે પછી જ રસીકરણ ફરીથી શરૂ થશે. ગુજરાતમાં 45 વર્ષના ઉપરના લોકોનુ રસીકરણ કાર્યક્રમ છે તે ચાલુ રહેશે. 

Most Popular

To Top