ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ગુરુવારે જંબુસરને બાદ કરતાં ભરૂચમાં-57, આમોદમાં-6, અંકલેશ્વર-41, વાલિયામાં-15, ઝઘડિયામાં-20, વાગરામાં-9, નેત્રંગમાં-5 અને હાંસોટમાં-10 કેસ નોંધાયા હતા. તેમજ ભરૂચ જિલ્લામાં એક દિવસમાં મૃત્યુ આંક 37 થયો હતો. ત્યારે ગામડાંમાં (village) પણ કોરોનાના કેસો (Case) વધી રહ્યા છે. તેમાં ટ્રાયબલ બેલ્ટમાં પણ કોરોના કેસો વધતાં અને મોત થવાના બનાવો બનતાં સ્થિતિ નાજૂક બની રહી છે. બીજી તરફ ડહેલીના જાદવ ફળિયાને ગઈકાલે કન્ટેન્મેન્ટ ઝોન ડિક્લેર કર્યા બાદ આખા ગામમાં કોરોના સંક્રમિતનો આંકડો વધી રહ્યો છે. ડહેલી ગામમાં કોરોનાના ત્રણ જણાનાં મોત થયા બાદ આખા ગામના લોકોએ ફરજિયાત માસ્ક પહેરવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને ડહેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ તેમના પરિવારના સભ્ય કોરોનાની અસર હોવાથી રજા પર ઊતરી ગયા છે. ડહેલીના ઘણા લોકોએ પીએચસીમાં ડોક્ટરના અભાવે વાલિયા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ માટે જતાં વધારે પેશન્ટોની લાંબી લાઈનને કારણે પરત આવી જવા મજબૂર બનવું પડ્યું હતું.
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસ 50થી વધુ નોંધાઇ રહ્યા છે. ગુરૂવારે વિક્રમસર્જક 75 કેસ નોંધાયાના એક જ દિવસ બાદ શુક્રવારે કોરોનાના નવા 77 કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. ઉપરાંત ગણદેવી તાલુકાના મેંધરના આધેડનું વલસાડની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે સૌથી વધુ કેસ ચીખલી તાલુકામાં 22 નોંધાયા હતા. એ ઉપરાંત વાંસદા તાલુકામાં 19, ગણદેવી તાલુકામાં 17, ખેરગામ તાલુકામાં 9, જલાલપોર તાલુકામાં 5 અને નવસારી તાલુકામાં 4 કેસ નોંધાયા હતા. એ સાથે જ જિલ્લામાં એક્ટિવ કેસો વધીને 437 થયા છે.
આજે વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા આધેડ, જલાલપોર તાલુકાના મરોલી બજાર ચાવડા બજારમાં રહેતો યુવાન, મરોલી મહાવીર નગરમાં રહેતી યુવતી અને દેલવાડા ગામે રહેતા યુવાનો સમાવેશ થાય છે. નવસારી તાલુકાના પારડી ગામે સાંધિયા ફળિયામાં રહેતા આધેડ, સરપોર ગામે પટેલ ફળિયામાં રહેતો યુવાન અને કામધેનુ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો સમાવેશ થાય છે.
ખેરગામના દશેરા ટેકરીમાં રહેતા આધેડ, નાંધઇ વાડી ફળિયામાં રહેતા વૃદ્ધ, વડપાડા પટેલ ફળિયામાં રહેતી આધેડ મહિલા, ખેરગામ ભવાની નગરમાં રહેતી આધેડ મહિલા, તોરણવેરા રાવત ફળિયામાં રહેતી યુવાન, પાણીખડક નિશાળ ફળિયામાં રહેતી યુવતી, સરસીયા તાડ ફળિયામાં રહેતો યુવાન, વાડ ખરુંધી ફળિયામાં રહેતી આધેડ મહિલા અને ગૌરી નહેર ફળિયામાં રહેતી આધેડ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
ગણદેવી તાલુકાના ધકવાડા જય અંબે સોસાયટીમાં રહેતી આધેડ મહિલા અને નારાયણ નગરમાં રહેતો યુવાન, દુવાડા વાડ ફળિયામાં રહેતો યુવાન, ખારેલ આનંદ વાટિકામાં. રહેતો યુવાન અને ધનોરી દેસાઈ ફળિયામાં રહેતા આધેડ, અંભેટા ગામે રહેતી આધેડ મહિલા, વેગામ તળવા ફળિયામાં રહેતી યુવતી, મેંધર ગામે પારસી ફળિયામાં અહેડ મહિલા અને યુવાન, ઉંડાચ વાનિયા ફળિયામાં રહેતી આધેડ મહિલા, બીલીમોરામાં રામપલ નગરમાં રહેતી આધેડ મહિલા, હનુમાન મહોલ્લામાં રહેતા આધેડ, રાવલ નગરમાં રહેતી આધેડ મહિલા, મદન ફળિયામાં રહેતી યુવતી, દેસરાનો યુવાન, સોમનાથ મંદિર પાસે રહેતો યુવાન અને ગણેશ સોસાયટીમાં રહેતો યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વાંસદા તાલુકામાં કોરોનાએ હાઉ ઉભો કરતા નવા 19 નોંધાયા
વાંસદા તાલુકામાં ચાપલધરા ગામે રહેતા આધેડ, પાલગભાણ ગામે પેલાડ ફળિયામાં રહેતી સગીરા, કમ્બોયા પંચમલા ફળિયામાં રહેતી આધેડ મહિલા, ઉમરકૂઇ ચિકાર ફળિયામાં રહેતા સગીર, બારતાડ બેડપાડામાં રહેતો યુવાન, ચોંધા ઉપલું ફળિયામાં રહેતા આધેડ, લબ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ, નાની વઘઇ નિશાળ ફળિયામાં રહેતી યુવતી, રાણી ફળીયા શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ, આંબાબારી નવું ફળિયામાં રહેતા આધેડ, ખાટાઆંબા ડુંગરી ફળિયામાં રહેતા યુવાન, ગોધાબારી પટેલ ફળિયામાં રહેતી યુવતી, ઉનાઈ પીએચસી ક્વાર્ટર્સમાં રહેતી યુવતી, ચઢાવ નિશાળ ફળિયામાં રહેતી આધેડ મહિલા, વાંસદા જકાતનાકા પાસે રહેતા આધેડ, મોટી વાલઝર જામન ફળિયામાં રહેતી સગીરા, મનપુરમાં રહેતી આધેડ મહિલા, બારતાડ ખાનપુરમાં રહેતા આધેડ, લીમઝર તનુપાડામાં રહેતા આધેડનો સમાવેશ થાય છે.
ચીખલી તાલુકામાં કોરોનાએ સ્પીડ પકડી : 22 લોકો સંક્રમિત
ચીખલી તાલુકાના વંકાલ ગામે વાણીયા તળાવમાં રહેતો યુવાન, રેફરલ હોસ્પિટલ પાસે રહેતી યુવતી અને યુવાન, હોંડ તળાવ ફળિયામાં રહેતી આધેડ મહિલા, આલીપોર દીવાન ફળિયામાં રહેતા આધેડ, ક્લીયારી નવીનગરીમાં રહેતા આધેડ, ખૂંધ કુંભારવાડમાં રહેતો યુવાન, વેલણપુર ડુંગરી ફળિયામાં રહેતા આધેડ, કુકેરી કુંભાર ફળિયામાં રહેતા આધેડ, ગોડથલ નવા નગરમાં રહેતી આધેડ મહિલા, રાનકુવા બજારમાં રહેતો યુવાન, સુરખાઈ સડક ફળિયામાં રહેતો યુવાન, અગાશી દાદરીમાં રહેતા આધેડ, સાદડવેલ વાંઝણીમાં રહેતા આધેડ, કલિયારી કણબીવાડમાં રહેતો યુવાન, સાદકપોર નાની કોળીવાડમાં રહેતી યુવતી, માંડવખડક ડુંગરપાડામાં રહેતો યુવાન, સોલધરા કનભરવાડમાં રહેતી આધેડ મહિલા, મલિયાધરા કુવા ફળિયામાં રહેતો યુવાન, રેઠવાણીયા આમલી ફળિયામાં રહેતી યુવતી, ચાસા વકીલ ફળિયામાં રહેતી યુવતી, દેગામ નવા ફળિયામાં રહેતા આધેડ અને દરજી ફળિયામાં રહેતો યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.