Gujarat

હાઇકોર્ટના કડક તેવર: કેન્દ્ર સરકારે તકેદારી રાખવા કહ્યું છતાં ગુજરાત સરકાર ધ્યાન આપતી નથી, પરિસ્થિતિ પર કાબૂ નથી

આજે કોરોના ( CORONA ) મામલે થયેલી સુઓમોટો મામલે હાઇકોર્ટમાં ( HIGHCOURT ) આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરકાર દ્વારા 61 પાનાંનું સોગંદનામું કરાયું છે. ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારનો દાવો છે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું, માત્ર સરકાર જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે કોરોનાની લહેર ઓછી થઈ છે માટે રેમડેસિવિર ( REMDESIVIR ) નું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું, રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને કોના સુપરવિઝનમાં આપવી તે બાબતે આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું નથી.

ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું, માત્ર સરકાર જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે કોરોનાની લહેર ઓછી થઈ છે માટે રેમડેસિવિરનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું, રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને કોના સુપરવિઝનમાં આપવી તે બાબતે આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું નથી. રેમડેસિવિર લઈ લેશે તો અમૃત લીધું હોય એમ લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ. રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ.

એડવોકેટ જનરલે કહ્યું, 1 થી 12 એપ્રિલ વચ્ચે રાજ્યને ચાર લાખ રેમડેસિવિર મળ્યા હતા. જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્રમાં વહેંચણી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, જે દર્દીઓને જરૂરિયાત છે તેમના માટે પૂરતા ઇન્જેક્શન ઉપલબ્ધ છે એવું નિવેદન આપો છો તો સોગંદનામા પર શા માટે નથી કહેતા? એડવોકેટ જનરલે કહ્યું. જો ડોક્ટરો આડેધડ પ્રિસ્ક્રિપ્શન લખશે તો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં હોય.

હાઈકોર્ટે કયા કયા મુદ્દે સરકારને ટકોર કરી  

  • 15 અને 16 માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું.
  • 108 ની જે લાઈનો દેખાય તે તમે જોઈ છે. તેને લઈને અમે એસઓપી જાહેર કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતી રહી કે ગાઈડલાઈનનું પાલન કરો, પરંતુ રાજ્ય સરકાર માની જ નથી રહી 
  • રેમડેસિવિર મામલે હાઇકોર્ટ એ રાજ્ય સરકારને ઉધડો લઈને પૂછ્યું કે, રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે, કે જે લેશે તે બચશે. તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા. ઝાયડ્સ રેમડેસિવિર માત્ર 899 રૂપિયામાં આપી રહી છે, જ્યારે કાળાબજારમાં તે ઇજેક્શન 12 હજારથી વધુ કિંમતમાં મળી રહ્યા છે તો સરકાર કેમ કાળાબજારી પર રોક નથી લગાવતી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી
  • આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે અને કેવી રીતે પબ્લિકને જલ્દીથી મળશે તે સરકાર જણાવે. મોટા ટાઉન અને તાલુકામાં આરટીપીસીઆરની શું સગવડ છે તેમાં સરકારન રસ છે. પરંતું ડાંગમાં ટેસ્ટિંગને લઈને કોઈ જ વ્યવસ્થા નથી. અમદાવાદના Gmdc ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શું વ્યવસ્થા છે તેમાં હાઈકોર્ટને રસ છે. 
  • અમે આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો
  • Hc નો રાજ્ય સરકારને સવાલ, તમામ મીડિયામાં સમાચાર આવે છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત છે તો તેને લઈ તમારું શુ કહેવું છે
  • હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી

ટેસ્ટિંગ કેમ ઓછા કર્યાં – હાઈકોર્ટ 
હાઈકોર્ટે આકરા તેવર બતાવીને ગુજરાત સરકારને પૂછ્યું કે, 15 અને 16 માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું. ત્યારે આ મુદ્દે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા કહ્યું હતું કે, નવેમ્બર મહિનાથી કેસ ઘટ્યા હતા, માટે ટેસ્ટીગ ઓછું કર્યું હતું. સરકારને પણ કોરોનાની સ્થિતિ માટે ચિતા છે. હાલ GMDC ગ્રાઉન્ડ પર RTPCR ટેસ્ટ માટે કાર થ્રુ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 

Most Popular

To Top