સુરતઃ (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હોવાથી સુરત મહાનગર પાલિકાએ (Corporation) કુલ 13 કોમ્યુનિટી હોલમાં તમામ માળખાકિય સુવિધા તથા ઓક્સિજન ફેસિલિટી સાથે 1428 બેડની સુવિધા ઉભી કરી છે. આ ઉપરાંત જે કોઈ હોસ્પિટલ કે સંસ્થાઓ ફેસિલિટી ટ્રેઈન્ડ મેડિકલ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફ સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ માટે 50 ટકા બેડ માટે સુરત મહાનગરપાલિકા સાથે (MOU) કરવા માંગતી હોય તો તેઓએ મનપા મુખ્ય કચેરીએ ફોર્મ 13 એપ્રિલ સુધી જમા કરાવવાના રહેશે. ફોર્મ ફોર્મેટ સુરત મનપાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા વહેલા તે પહેલાના ધોરણે અગ્રીમતા આપવામાં આવશે. તેમજ બાકી રહેલ સંસ્થા કે હોસ્પિટલના નામ ભવિષ્યમાં કોવિડ સેન્ટર ઉભા કરવા જોગ હોય તે માટે પ્રતિક્ષાયાદી નામ સમાવિષ્ટ કરવામાં આવશે.
કયા કોમ્યુનિટી હોલમાં કેટલા બેડની વ્યવસ્થા ઉભી કરાશે
સરસાણા કન્વેશનલ હોલ 550 સરથાણા કોમ્યુનિટી હોલ 93ભેસ્તાન-એનયુએલએમ 68 ભરીમાતા-ધાસ્તીપુરા હોલ 46શ્રી સુરતી મોઢ વણિક ભવન (પાલ વાડી), પાલ 70શ્રી સુરતી મોઢ વણિક વાડી, લાલ દરવાજા 130 શ્યામાપ્રસાદ મુખરજી હોલ 46પરવટ કોમયુનિટી હોલ 65ભેસ્તાન (ઉન) કોમ્યુનિટી હોલ 40વસ્તાદેવડી કોમ્યુનિટી હોલ 60રામજી હોલ, બુડિયા 80 સિંગણપોર કોમ્યુનિટી હોલ, કતારગામ 80
મહાવીર સંસ્કારધામ, આશ્રમ રોડ, જહાંગીરપુરા 100
પાટીદાર સમાજ દ્વારા નાના વરાછા કોમ્યુનિટી હોલમાં કોવીડની સેમી હોસ્પિટલ શરૂ કરાઇ
સુરત: કોવિડ-19ના કેસ દિવસ ભર એટલા વધી રહ્યા છે. જેના કારણે વેન્ટિલેટર, ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા માટે દર્દીઓ માટે લોકો શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ફાંફા મારી રહ્યા છે. ત્યારે પાટીદાર યુવા વર્ગે નાના વરાછા કોમ્યુનિટી હોલમાં સેમી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોલમાં દર્દીઓને ઓક્સિજન અને દવા પુરી પાડવામાં આવશે. નાના વરાછા કોમ્યુનિટી હોલમાં યુવા સંસ્કૃતિ ટ્સ્ટના નેજા હેઠળ સેવા સાથી સેમી હોસ્પિટલમાં રવિવારથી શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ૨૫ બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલ સોમવારાથી યોગીચોક કોમ્યુનીટી હોલમાં રોટરેકટ કલબ અને સોશિયલ આર્મી ગૃપ અને ચીકુવાડી જે આર પ્લાઝામાં નેશનલ યુવા ગૃપ, સુદામા ચોક કોમ્યુનીટી હોલ ખાતે પાસ ટીમ અને નરેશ વિરાણી સહિત યુવાનો દ્રારા, આદર્શ સ્કુલ મારૂતિ ચોક, અને કામરેજ સીબીએસ સ્કુલમાં કોરોના દર્દીઓ માટે બેડ અને ઓકસીજન બોટલ સાથેની સગવડ ઉભી કરવામાં આવશે.
કતારગામ કોમ્યુનિટી હોલના કોવિડ સેન્ટરમાં ભોજન ખર્ચ પ્રજાપતિ સમાજ ઉઠાવશે
સુરત : શહેરમાં કુદકેને ભુસકે વધી રહેલા કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોના બેડ ખૂટી પડતા સુરત મનપા દ્વારા ફરીથી કોમ્યુનિટી કોવિડ સેન્ટરોનો કોન્સેપ્ટ અપનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે મનપાના કોમ્યુનિટી હોલ તેમજ સમાજની વાડીઓમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતના સખાવતીઓની મદદની જરૂર જણાઇ રહી છે, ત્યારે કતારગામ કોમ્યુનિટી હોલમાં શરૂ થનારા કોવિડ સેન્ટરમાં આવનારા તમામ દર્દીઓ માટે બન્ને ટાઇમના ભોજનની જવાબદારી પ્રજાપતિ સમાજ દ્વારા ઉઠાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તેમજ અન્ય સમાજ કે સંસ્થાઓને પણ જુદા જુદા કોવિડ સેન્ટરની જવાબદારી લેવા માટે અપીલ કરવામાં આવી છે.