વ્યારા: (Vyara) સોનગઢનાં સેલ્ટીપાડા ગામે બુધવારે સવારે બકરીને (Goat) માણસ જેવો ચહેરો ધરાવતું એક બચ્ચુ (Kid) જન્મ્યાની એક વિચિત્ર ઘટનાં પ્રકાશમાં આવી છે. આ બકરીનું બચ્ચું અડધુ પ્રાણી તેમજ અડધુ માણસ જેવું લાગી રહ્યુ હતુ. જો કે આ બચ્ચું લાંબુ જીવી શક્યુ ન હતું. માણસનો ચહેરો ધરાવતુ બકરીનું બચ્ચુ જન્મ્યાની માહિતી પ્રસરતા આસ પાસનાં ગામ નાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બચ્ચાની ગ્રામજનોએ વિધિવત રીતે પુજા વિધી કરી સમગ્ર બાબતને શ્રધ્ધાનો વિષય બનાવ્યો હતો. આ બનાવ ને લઈ સમગ્ર ગામમાં કોતુહુલતા જોવા મળ્યું છે. આ સમગ્ર બાબતની વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય કે પશું ચિકિત્સકને તેની જાણ કરાય તે પહેલા બચ્ચુ મૃત્યુ પામ્યુ હતું.
- બચ્ચાની ગ્રામજનોએ વિધિવત રીતે પુજા વિધી કરી સમગ્ર બાબતને શ્રધ્ધાનો વિષય બનાવ્યો
- બચ્ચું જન્મતાની સાથે જ નાના બાળકની જેમ જોર જોર થી રડવા લાગ્યુ હતું
સોનગઢ તાલુકાનાં જુની સેલ્ટીપાડા ગામે સાતકાશી ફળિયામાં રહેતા ખેડુત અજીતભાઇ કાંતિલાલભાઇ વસાવા પશુપાલન નાં વ્યવસાય સાથે પણ જોડાયેલ હોય તેઓને ત્યાં ત્રણ બકરીઓ હોય તે પૈકીની એક બકરી એ આજે બુધવારનાં રોજ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીનું બચ્ચું જન્મતાની સાથે જ નાના બાળકની જેમ જોર જોર થી રડવા લાગ્યુ હતું. જો કે આ બચ્ચું લાંબુ જીવી શક્યુ ન હતું. આ ખેડુતે પોતાનાં પરીવાર સાથે મળી આ બચ્ચાની ખુબજ શ્રધા પુર્વક પુજા વિધી સાથે એક માનવ ની જેમ અંત્યેષ્ઠી કરી હતી.
આ આશ્ચર્ય જનક ચેહરા સાથે સવારે ૭:૩૦ વાગ્યાનાં અરસામાં જન્મેલ આ બાળક વિશે આ ખેડુત કોઇ ને કઇ પુછે તે પહેલા માત્ર ૧૦ મિનિટ માં જ બકરીના બચ્ચાનું મોત નિપજ્યુ હતું. આ બકરીનાં બચ્ચાને પગ તો ચાર હતા, પણ ચહેરો માણસ જેવો હતો. માત્ર પગ અને કાન બકરા જેવા જ્યારે બાકીનુ શરીર માણસ જેવું દેખાતું હતું. આ વિચિત્ર ચહેરા સાથે જન્મેલ બકરીનાં માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચા વિશે સોનગઢ નાં પશું ચિકિત્સક વી. કે. પરમારને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે હજારો-લાખોમાં એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. જીનેટીકલી સમસ્યાને કારણે આવુ બનતુ હોય છે.