ગાંધીનગર : રાજયમાં કોરોનાના કેસો વધતાં હવે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે , જેના ભાગરૂપે રાજયમાં ધો 1થી 9માં આવતીકાલ તા.5મી એપ્રિલથી શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ કર્યો છે. સીએમ વિજય રૂપાણીના (CM Vijay Rupani) અધ્યક્ષ સ્થાને આજે રાત્રે ગાંધીનગરમાં કોર ગ્રુપની બેઠક મળી હતી, જેમાં કોરોનાના વધતાં કેસોની સમીક્ષા કરાઈ હતી. કોરોનાના વધતાં કેસોના પગલે રાજયમાં ધો 1થી 9 ની તમામ શાળાઓમાં (Schools) તા.5મી એપ્રિલથી અન્ય સૂચના કે નવો આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનું રહેશે.સરકારનો આ આદેશ તમામ સરકારી કે ખાનગી શાળાઓએ પાળવાનો રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ (Teaching Work) રાખવામાં આવશે.