વલસાડ, નવસારી: (Navsar Valsad) વલસાડ જિલ્લામાં ગુરુવારે અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ 17 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં ફરી સૌથી વધુ 12 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. જો કે વિભાગ માટે કોરોનાની રોકથામ માટે દોડવું કે વેક્સિન (Vaccine) કાર્યક્રમ માટે દોડવું તે મહત્વનો પ્રશ્ન થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 1519 કેસ નોંધાયા છે જે પેકી 1258 સાજા (Recover) થયા છે, જ્યારે 108 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે નવસારીમાં નવા 6 સાથે જિલ્લામાં વધુ 8 કોરોનાના કેસ નોંધાયા હતા.
ગુરુવારે વલસાડ જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં ડુંગરી રેલીયા ફળીયાનો 47 વર્ષીય પુરુષ, નનકવાડાની 62 વર્ષીય વૃદ્ધા, ઘડોચી તળાવનો 27 વર્ષીય પુરુષ, હાલર કમુબા નિવાસની 46 વર્ષીય મહિલા, નનકવાડા સુલોચના રો હાઉસનો 11 વર્ષીય સગીર, મોગરાવાડી દેસાઈ ફળીયાની 22 વર્ષીય મહિલા, તિથલ રોડની 25 વર્ષીય મહિલા, અબ્રામા રોડનો 56 વર્ષીય પુરુષ, હાલર રોડનો 42 વર્ષીય પુરુષ, અબ્રામાનો 28 વર્ષીય પુરુષ, પાલી હિલની 38 વર્ષીય મહિલા, અબ્રામા ધરમપુર રોડની 17 વર્ષીય યુવતી, પારડી તાલુકામાં રેટલાવ ગોકુળ એપાર્ટમેન્ટની 25 વર્ષીય મહિલા, પલસાણા મોટી કોલીવાડનો 38 વર્ષીય પુરુષ, વાપી તાલુકામાં ગુંજનનો 49 વર્ષીય પુરુષ, ગુંજન રાજમોતી 1 એપાર્ટમેન્ટની 53 વર્ષીય મહિલા, વાપી એ.1 સ્ટેટ્સ રો હાઉસ જલારામ સોસાયટીના 74 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.
નવસારીમાં 6 સહિત જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 81 થયા
છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. સતત 10ની આસપાસ કેસો છેલ્લા ત્રણ- ચાર દિવસ નોંધાયા બાદ ગુરૂવારે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના નવા 8 કેસો નોંધાયા હતા. નવસારી શહેરમાં જયશંકર પાર્ટી પ્લોટ પાસે, કબિલપોરની શિવનગર સોસાયટીમાં, આશાનગરમાં અમિન એપાર્ટમેન્ટમાં, જમાલપોરના જમનાપાર્કમાં, જલાલપોરની સત્યમ પાર્ક સોસાયટીમાં અને કબીલપોરના રામનગરમાં, ચીખલીના સમરોલીમાં અને જલાલપોરના મરોલી બજાર ખાતે આવેલી સ્વામી સોસાયટીમાં કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 163630 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 160271 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 1719 ના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.
ક્યાંથી અટકે કોરોના, ડેપોથી ઉપડતી કે આવતી બસોમાં ખીચોખીચ ભરેલા મુસાફર
વલસાડ જિલ્લામાં પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો હોવા છતાં તંત્રએ કોઈ વિશેષ પગલાં નહી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલે કોરોના સંક્રમણ અટકાવું પ્રાથમિકતા હોવી જોઈએ. જોકે જ્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સનો પ્રશ્ન છે, વલસાડ એસ.ટી.ડેપોથી ઉપડતી કે આવતી બસોમાં ખીચોખીચ મુસાફરો ભરેલા હોઈ છે. તો મુસાફરોનું વહન કરતા વાહનોમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો હોઈ છે. ત્યારે કોરોના રોકવા માટે હવે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા જોઈએ.
દમણમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા
દમણ : સંઘ પ્રદેશ દમણમાં ગુરુવારે વધુ 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાવા પામ્યા છે. જેને લઈ પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 50 થઈ છે. આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1438 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. જ્યારે આગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજવા પામ્યું હતું.
સુબિર તાલુકાની યુવતી કોરોનાની ઝપટે ચઢી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો 186 પર પહોચ્યો છે. ડાંગ જિલ્લામાં ધીમી ગતિએ એક પછી એક કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે સુબિરનાં જોગથવા ગામની યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેણીને સારવાર હેઠળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 177 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 9 કેસ એક્ટીવ છે.