Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 2360 કેસ, 9નાં મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે સુરત મનપામાં 3, અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 1, ખેડા અને મહિસાગરમાં 1-1 મળી કુલ 9 દર્દીઓનાં મૃત્યું થયા હતા. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 થયો છે.

આજે 2,004 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,90,569 સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર દિવસે દિવસે ઘટતો જાય છે. આજે સાજા થવાનો દર 94.43 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 611, સુરત મનપામાં 602, વડોદરા મનપામાં 290, રાજકોટ મનપામાં 172, ભાવનગર મનપામાં 34, ગાંધીનગર મનપામાં 25, જામનગર મનપામાં 31 અને જૂનાગઢ મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 142 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 12610 વેન્ટિલેટર ઉપર 152 અને 12458 દર્દી સ્ટેબલ છે.

5,649 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 6,65,395 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 56,11,044 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,640 વ્યકિતઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top