રવિવારે કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બારી તોડીને પલંગ સહિત બહાર કઢાયા હતા.
સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર એન્જિન આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આગના કારણે કાર્ડિયોલોજીની આખી ઇમારતમાં ધુમાડો ભરાઈ ગયો હતો. આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. હોસ્પિટલ મેનેજમેંટનો દાવો છે કે, પહેલા માળના કાચ તોડી તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
138 દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા
આઈસીયુમાં દાખલ બે દર્દીઓનું મોત નીપજ્યું હતું. કેટલાક દર્દીઓને હેલટ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ ટીમ બનાવવામાં આવી છે. કાર્ડિયોલોજીએ કાનપુરના સ્વરૂપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં કાનપુરના ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હાર્ટ દર્દીઓ ઓપરેશન અને સારવાર માટે આવે છે.
સીએમ યોગીએ આગના અકસ્માત અંગે અહેવાલ લીધો હતો. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે અને તપાસ બાદ ઘટનાની જાણ કરવા મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા. તેમજ એમ પણ કહ્યું હતું કે તમામ હોસ્પિટલોમાં ફાયર સર્વિસ તપાસવી જોઇએ