SURAT

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની આંદોલનની ચીમકી

કડોદ: બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (HIGHER EDUCATION SCHOOL)ના કર્મચારીઓએ, સરકાર દ્વારા ખાતરી અપાયા બાદ પણ બે વર્ષ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતાં બોર્ડ (BOARD)ની પરીક્ષા (EXAM) પહેલાં આંદોલન કરવાની લેખિત ચીમકી આપી છે.

સુરત શહેર-જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ (PRESIDENT) ભૂપેન્દ્રસિંહ રણા, મહામંત્રી કમલેશભાઈ રામાનંદી, સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રસિક ઝાંઝમેરા, મહામંત્રી શૈલા પટેલ, સુરત જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નયન પંડ્યા, મહામંત્રી ઓમકારસિંહ વાંસિયાએ જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૧૯ (MARCH 2019)ની બોર્ડની પરીક્ષા સમયે શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે આંદોલન જાહેર કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં સંઘ દ્વારા આંદોલન પરત ખેંચવામાં આવ્યું હતું. આજે 2 વર્ષ બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ના આવતાં નાછૂટકે મે-૨૦૨૧ (MAY 20210માં લેવાનાર બોર્ડની પરીક્ષા પહેલાં માર્ગે આંદોલન (PROTEST) કરવામાં આવનાર છે.

આ બાબતે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌધરીએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને લેખિત આવેદનપત્ર આપી માંગણી કરી છે કે, ફિક્સ પગારની પાંચ વર્ષની નોકરી રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકો માટે સળંગ ગણવામાં આવે તે અંગેનો પરિપત્ર (LETTER) 2 વર્ષ પહેલાં બહાર પાડવાનાં આવ્યો છે. પરંતુ હજી સુધી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓ માટે ખાતરી આપ્યા બાદ હજી પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. તેમજ સાતમા પગાર (SALARY) પંચનું એરિયસ રાજ્ય સરકારના કર્મચારીઓને ફક્ત પાંચ મહિનાના ગાળામાં ત્રણ હપ્તામાં ર વર્ષ પહેલા ચૂકવી દેવામાં આવ્યું છે. જ્યારે અનુદાનિત શાળાના કર્મચારીઓને પાંચ વર્ષમાં પાંચ હપ્તામાં ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતાં ૩ હપ્તા ચૂકવવા પાત્ર થઈ ગયા હોવા છતાં ફક્ત એક જ હપ્તો ચૂકવવામાં આવ્યો છે.

જો સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવશે નહીં તો મહામંડળ દ્વારા બોર્ડની પરીક્ષા પહેલા અનુદાનિત શાળાના શિક્ષકો આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ લેખિત રજૂઆત કરવામાં આવનાર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top