વર્ષો પહેલાં દૂરદર્શન ઉપર જે સિરીયલ આવતી હતી એ ખરેખર માણવાલાયક હતી. આવી જ એક સિરીયલ દર અઠવાડિયે ઉપરોકત શીર્ષક વળતી સ્દ્ધાર્થ કાક અને રેણુકા શહાણે જેનું સંચાલન કરતા હતા. જેમાં ખૂબ જ જાણવાલાયક માહિતી પીરસવામાં આવતી હતી. દર અઠવાડિયે ઇંતેજાર જોવાનો રહેતો. હવેની સિરીયલો નવી નવી ચેનલો ઉપર આવતી થઇ જે મને તો સાવ બંડલ લાગે છે તેમજ ઘરેલું ઝઘડા અને લવેરિયા સિવાય કાંઇ નવું આવતું નથી. શરૂઆત કયાંથી કરવી એ થોડી અસમજ છે પરંતુ શરૂઆત કરું છું. પ્રથમ દુનિયાભરમાં પ્રખ્યાત એવા પત્રકાર માર્કટુલીનું નિધન ૯૦ વર્ષની થયું. એમને દિલથી શ્રદ્ધાંજલિ આપું છું તેમજ એવા જ બીજા આપણા પત્રકાર સ્વ. નગીનદાસ સંઘવીને પણ યાદ કરું છું. જેઓ ચિત્રલેખામાં દર અઠવાડિયે તડ અને ફડ કોલમ લખવા માટે જાણીતા હતા. આદિવાસીઓની આજીવિકા વધારવા માટે ૧૮ વનધન બનાવવા જેથી આદિવાસીઓને રોજગારી મળશે કે પછી મનોરેગા જેવો ઘાટ થશે? કપરાડા અને ડાંગના આદિવાસીઓને ઉનાળામાં પીવાના પાણીનાં ફાંફા પડે છે.
ચીખલી – કિરીટ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડૉલર નારાયણની પૂજા!
લોકો ધન સંપત્તિ લક્ષ્મીની વૃદ્ધિ માટે રોજ ભગવાન ઉપરાંત લક્ષ્મીનારાયણની પૂજા કરતા હોય છે પરંતુ હાલમાં એક અજીબો ગરીબ બનાવ જોવા મળ્યો. આ લખનાર લેવા પાટીદાર વસ્તી ધરાવતા ગામમાં એક મહાશયને ત્યાં કાર જોવા ગયા કાકા-કાકી અને તેનો પુત્ર સાથે રહેતા હતા. ચા-પાણી કર્યા પછી આલિશાન બંગલામાં બેઠા હતા.
સામેની દિવાલ પર રૂ.૫૦૦ની ચલણી નોટની બાજુમાં અમેરિકાનું ડોલરને લેમિનેશન કરાવ્યું હતું.અને તેના પર ફુલ ચઢાવ્યા હતા . આ જોઈને મને નવાઈ લાગી મેં પૂછ્યું. આમ કેમ? કાકા એ કહ્યું ),મારા બે પુત્રો અમેરિકામાં વર્ષોથી સેટલ થયા છે. (વિથ ફેમિલી) તેઓ મને સમયે-સમયે ડોલર મોકલાવે છે.આથી અમો સુખી છીએ, દરરોજ ભગવાનની સાથે ભારતીય ચલણી નોટ સાથે ડોલરની પૂજા પણ કરું છું, મારા માટે તો લક્ષ્મીનારાયણ અને ડોલર નારાયણ બંને પુંજનીય છે. બોલો, નગદ નારાયણ કી જય.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.