અઢારમી ડિસેમ્બરની બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં સાહિત્ય અકાદમીના એવોર્ડો જાહેર કરવાની ઘડી હતી પણ એ જ ક્ષણે સરકારી રુકાવટ ખાબકયો કે મિનિસ્ટ્રીના કરન્ટીઅરન્સ વગર કોઇ એવોર્ડ જાહેર કરવા નહીં. મંત્રાલય અને વિવિધ અકાદમીઓ વચ્ચે એમઓયુ થયેલ છે. આ દેશ છે કે હાલ ચાલતી પુનર્વિધાન પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઇ ફાઈનલ જાહેરાત કરવી નહીં. આ તો સઘળું નેક નામદાર બહાદુર સરકારશ્રી કહે ત્યારે કહે તેમ કહે તેને આપણે કયાંથી કયાં જઇ રહ્યા છે. જવાહર નહેરુ, સર્વપલ્લી રાધાક્રિષ્ણન અને મૌલાના આઝાદ આદિ થકી જે અકાદમી શકય બની એના પ્રથમ પ્રમુખ હોદ્દાની રૂએ નહીં પણ એક સામાન્ય લેખના તે જવાહર નહેરુ હતા. એમણે આરંભમાં જ કહ્યું હતું કે કફંડિંગ અલબત્ત મંત્રાલયનું હશે પણ સંચાલન સરકારી બાબુઓનું નહીં પણ સાહિત્ય સેવાઓ હસ્તક જ હશે. વધુમાં એમણે આ મુદ્દો વિશદ કરતાં એમણે વળી અકાદમીના પ્રમુખ તરીકેના મારા કામમાં વડા પ્રધાનની દખલ પસંદ નહીં કરું.
ચીમનભાઈની સરકાર અને દર્શકે વિચાર્યું હતું કે સ્વાયત્ત અકાદમી આપણે દિલ્હીથી જેમ જ 1860ના સોસાઈટી એકટની રીતે રજિસ્ટર કરાવી લઇએ તો સરકારી દખલને અવકાશ નહીં રહે. દિલ્હીની અકાદમીનું 1960ના એકટ મુજબ અક્ષત મોડેલ હતું. એનડીએથી ખદબદતી સમિતિની તોતિંગ બહુમતીનો શાણા અવાજમાં રિસ્ટ્રકસટિંગ વિશે કશું સમજવાનું હોતું નથી.એક પંજાબી લેખનું પુસ્તક અકાદમીની જયુરી હસ્તક પસંદગી પાત્ર કર્યું એમાં ઇન્દિરા ગાંધીની આકરી ટીકા હતી. માનવસંસાધન મહંત અર્જુનસિંહે કહ્યું હતું કે સરકાર આ ટીકા સાથે સંમત નથી. પણ અકાદમી જયુરીએ જે પુસ્તકને સન્માનપાત્ર લેખ્યું તે વિશે પુનર્વિચાર કરવાનો પ્રશ્ન નથી. સાહિત્ય અકાદમી જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર સરકારી તાળાંબંધી અને વધતો રાજકીય હસ્તક્ષેપ કેટલે અંશે યોગ્ય ગણાય. જય સરકાર.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.