Gujarat

2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, વસ્ત્રાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત શહેરમાં 4 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર

અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, વસ્ત્રાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત શહેરમાં 4 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયા છે.

અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે આજે અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂક્યું છે. મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે. જેમાં 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. એવી રીતે અલગ અલગ રમતો અને લોકોની રમત પ્રત્યે રુચિ વધે એ રીતે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પગલા લેવામાં આવી રહ્યા છે. શહેરમાં ચાર ક્રિકેટના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

એ જ રીતે ક્રિકેટની સાથે સાથે લોકો ફૂટબોલ પ્રત્યે રુચિ કેળવે એ રીતે પૂર્વજોનની અંદર પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જે ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર મુવેબલ પોલ માટેના બે કોટ રાખવામાં આવ્યા છે સમગ્ર ગ્રાઉન્ડને આપણે વાત કરીએ કે સ્પ્રિંકલની મદદથી ત્યાં આગળ લોન ઉગાડવામાં આવી છે અને બાજુમાં સિન્ગલ ટ્રેક દોડી શકાય એ માટેનું આયોજન છે.

વધુમાં ટ્રાફિકનાં મુદ્દે તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદ મનપા દ્વારા સીટીમાં ટ્રાફિકની માત્રા વધતી જાય છે. જે માટે ઓવર બ્રિજ, અંડર બ્રિજનું નિર્માણ હોય કે વોલ ટુ વોલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લેફ્ટ ટર્ન વધારે માત્રામાં ખુલ્લા કરવામાં આવશે. તેમજ સિગ્નલ અને જંકશનો 100 કરતા વધારે ડેવલપ કરવામાં આવશે. જેથી આવનાર સમયગાળા દરમિયાન એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિક જંકશન અને પોલીસ સાથે સંકલન સાધીને આ ટ્રાફિકની સમસ્યામાંથી નગરજનોને મુક્તિ મળે અને તેમનો સમય ઓછામાં ઓછો વેડફાય, તેમજ સરળતાથી તેમની મંજીલ સુધી પહોંચે તે માટેનું આયોજન મનપાનું છે.

Most Popular

To Top