સંરક્ષણ બાબતોની વેબસાઇટ ‘મિલિટરી ડાયરેક્ટ’ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા એક અભ્યાસ મુજબ, વિશ્વની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારત ચોથા સ્થાને છે.આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, સૈન્ય પર મોટી સંખ્યામાં પૈસા ખર્ચ કરનાર અમેરિકા 74 પોઇન્ટ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. ત્યારબાદ, રશિયા 69 પોઇન્ટ સાથે ત્રીજા, 61 પોઇન્ટ સાથે ભારત ચોથા અને 58 પોઇન્ટ સાથે ફ્રાન્સ પાંચમાં સ્થાને છે. સૂચિમાં બ્રિટન 43 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.
આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, બજેટ, સક્રિય અને નિષ્ક્રિય લશ્કરી કર્મચારીઓની સંખ્યા, હવાઈ, દરિયાઇ, જમીન અને પરમાણુ સંસાધનો, સરેરાશ પગાર અને સાધન સામગ્રી સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈન ‘સેનાની તાકાત સૂચકાંક’ તૈયાર કરવામાં આવ્યું હતું. આ અધ્યયન અનુસાર, ચીન પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય છે. તેને સૂચકાંકમાં 100 માંથી 82 પોઇન્ટ્સ મળ્યા હતા.
આ અધ્યયન અનુસાર, બજેટ, સૈનિકો અને હવા અને નૌકાદળની ક્ષમતા જેવી બાબતો પર આધારિત આ આંકડાઓ સૂચવે છે કે કાલ્પનિક સંઘર્ષમાં ચીન વિજેતા તરીકે ટોચ પર છે.વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ પોતાના સેના પર વિશ્વમાં સૌથી વધુ 732 અબજ ડોલરનો ખર્ચ કરે છે. ત્યારબાદ, 261 અબજ ડોલરના ખર્ચ સાથે ચીન બીજા ક્રમે છે. ભારત સેના પાછળ 71 અબજ ડોલરનો ખર્ચ કરે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, જો યુદ્ધ થાય છે તો ચીન દરિયાઇ લડાઇ, અમેરિકા હવાઈ અને રશિયા ભૂમિ યુદ્ધોમાં જીતશે.