Godhra

પંચમહાલ જિલ્લામાં ભાજપ સંગઠનની જાહેરાત, ઉપપ્રમુખ અને મહામંત્રીના હોદ્દા જાહેર કરાયા.

ગોધરા: પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠનની નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા સંગઠનમા ઉપપ્રમુખ તરીકે મેહુલ શાંતિલાલ પટેલ, છેલુભાઈ રાઠવા, સરદારસિંહ પટેલ,પરેશકુમાર ચૌહાણ,રણજીતસિંહ ચૌહાણ,કૈલાશબેન પરમાર,મગનભાઇ પટેલીયા,રશ્મિકાબેન પટેલ,જ્યારે મહામંત્રીના હોદ્દા ઉપર કુલદીપસિંહ સોલંકી,જીગ્નેશભાઈ પાઠક અને નરેન્દ્રસિંહ ગોહિલ ની નિમણૂક કરવામાં આવી છે.જ્યારે મંત્રી તરીકે તખતસિંહ બારીયા,મનીષાબેન પંચાલ,પ્રવિણસિંહ પરમાર, ડૉ.પરાગભાઇ પંડ્યા,કિંજલબેન સંગાડા,કૈલાશબેન વાળંદ,ધર્મિષ્ઠાબેન માલીવાડ,મણીબેન પરમાર, જ્યારે કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ દશાડીયા જ્યારે કાર્યાલય મંત્રી તરીકે કૌશિક સિંઘાનિયા જ્યારે સોશિયલ મીડિયામાં રોનકભાઈ રાઠોડ જ્યારે IT વિભાગમાં ધવલ પરમાર અને મીડિયા વિભાગમાં સત્તત બીજીવાર ડો.હર્ષદ કુમાર મહેરા ની નિમણૂક કરવામાં આવી છે.આ જાહેરાતમાં જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી તેમજ સોશિયલ મીડિયા સેલ, આઈ.ટી. સેલ અને મીડિયા સેલના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ સાથે ભાજપના 7 અલગ અલગ મોરચાઓના પ્રમુખ તથા મહામંત્રીની પણ જાહેરાત કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી રાજકીય પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા ભાજપ સંગઠનની આ જાહેરાતથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને સંગઠન કાર્યને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top