Gujarat

શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી, મોત થતાં પોતે પણ જીવન ટુંકાવ્યું

કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલના પરિવારમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ગઈકાલે તા. 21 જાન્યુઆરીની મોડી રાત્રે શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ ગોહિલે અકસ્માતે પોતાની પત્નીને મારી હતી. આ ઘટનામાં તેમની પત્નીનું દુઃખદ મોત થયું હતું. પત્નીના મૃત્યુના સમાચાર આવતા આઘાતમાં યશરાજસિંહે પોતાને ગોળી મારી જીવન ટુંકાવી લીધું છે

પ્રાપ્ત માહિતી અનુસાર યશરાજસિંહ ગોહિલ પત્ની સાથે કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા. જમીને ઘરે પરત આવ્યા બાદ યશરાજસિંહ પોતાની રિવોલ્વરને ફેરવી રહ્યાં હતાં ત્યારે અકસ્માતે તેમની પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી હતી. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હતા.

આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

મૃતક યશરાજસિંહ ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ ક્લાસ 2માંથી ક્લાસ 1માં પ્રમોશન મેળવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસે નિવેદન જાહેર કર્યું
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોષીએ કહ્યું કે, પત્નીને ગોળી વાગ્યા બાદ 108ને કોલ કરાયો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોય યશરાજસિંહ પોતે 108 લેવા નીચે ઉતર્યા હતા. ઘટના બની ત્યારે તેમના માતા ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરી પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવી પોતે પણ પોતાને ગોળી મારી જીવન ટુંકાવી લીધું હતું.

Most Popular

To Top