Gujarat

કોરોનામાં જ 12 મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ છે, હવે તો ચાલુ રાખવા દો

SURAT : છેલ્લા એક વર્ષથી ક્લાસિસ બંધ છે, બે મહિના પહેલા જ ક્લાસિસ શરૂ થયા ત્યાં જ કોરોનાના ( CORONA) ત્રીજા લહેરના કારણે સમગ્ર પરિસ્થિતિ ઉપર પાણી ફરી વળ્યુ છે. તંત્રની બેવડી નીતિના કારણએ હવે એકેડેમિક એસોસીએસન દ્વારા સરકારના નવા કડક નિયમ અને નિર્ણયોને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા, આ સાથે જ ક્લાસિસ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગે માહિતી આપતા એકેડેમિક એસો.ના પ્રમુખ દિલીપ બુહાએ જણાવ્યું હતું કે, ખાનગી ટ્યુશન કલાસીસ ( TUITION CLASSES) ચલાવતા શિક્ષકોની હાલત છેલ્લા 12 મહિનાથી અતિ કફોડી બની છે. ચૂંટણી સમયે રાજકારણીઓને ( POLITICIANS) છૂટો દોર આપી દેવામાં આવ્યો અને તેનું પરિણામ હવે અન્ય વર્ગો ભોગવી રહ્યા છે. કોરોનાનો કહેર પાછો ફૂલ ફ્લેઝ માં દેખાય રહ્યો છે અને હવે તંત્ર એલર્ટ થઈને બધાજ આકરા પગલાંઓ લઈ રહી છે. સુરત એકેડેમિક એસોસિએશનએ સરકારની આવી નીતિને વખોડી નાંખી હતી. ક્લાસિસ સંચાલકોની મુખ્ય આજીવિકા ક્લાસિસની આવક ઉપર છે અને તે એક વર્ષથી બંધ છે.

મોટાભાગના શિક્ષકો ઓનલાઇન શિક્ષણ ( ONLINE EDUCATION) આપતા હતા, પરંતુ હવે ઓફલાઇન શિક્ષણ આપે તે જરૂરી છે. આ સાથે વહેલી તકે ખાનગી કલાસીસ સંચાલકોને ઓફલાઇન કલાસીસ શરૂ કરવા પરવાનગી આપવી જોઈએ. જે વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ છે, ત્યાં સંચાલકોની જવાબદારી ઉપર ક્લાસિસ શરૂ કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી.એરિયા માં ન્યુ નોર્મલ જેવી સ્થિતિ છે, જ્યાં કલાસીસ સંચાલકો પૂરતી કાળજી સાથે બાળકોને ભણાવવા તૈયાર છે,વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્લાસિસમાં આવવા તૈયાર છે તેવા સંજોગો માં તંત્ર દ્વારા તપાસ કરીને કલાસીસ શરૂ રાખવાની પરવાનગી આપવી જોઈએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top