સુરત: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૬ના તાલીમ કાર્યક્રમ (બેચ ૨૦૨૫-૨૬) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે SPIPA – અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલો હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલી નથી, તેવા ઉમેદવારોએ આવતીકાલ તા. ૧૬/૦૧/૨૦૨૬થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓ SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ રૂ. ૧,૦૦૦ રજીસ્ટ્રેશન ફી ભરીને આ મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે. નોંધણી શરૂ થવાની તારીખ: ૧૬/૦૧/૨૦૨૬, SPIPAની વેબસાઇટ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને UPI દ્વારા ફી ચૂકવવાની રહેશે. ફોર્મ: ફી ભર્યા બાદ વેબસાઇટ પર આપેલી ગૂગલ ફોર્મ ભરવું ફરજિયાત છે. ઉમેદવારો ઉપર જણાવેલા કોઈપણ તાલીમ કેન્દ્ર પર મોક ટેસ્ટ આપી શકશે. મોક ટેસ્ટ માટે ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી. પરીક્ષા સમયે ઉમેદવારે ફી ભર્યાની અસલ પહોંચ સાથે રાખવી અનિવાર્ય છે. આ નોંધણી ફક્ત UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા-૨૦૨૬ની મોક ટેસ્ટ માટે જ માન્ય રહેશે. સમગ્ર નોંધણી પ્રક્રિયા માત્ર ઓનલાઇન માધ્યમથી જ થશે.