ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું મૃદુ અને મક્કમ છે. તેમની આ છાપ ઉતરાયણ પર્વના દિવસે પણ તેમનામાં જોવા મળી હતી. અમદાવાદના દરિયાપુર વિસ્તારના વાડીગામમાં સ્થાનિક રહીશો સાથે પતંગ ચગાવી હતી, ત્યારે દાદાએ પહેલા પંતગને ઢીલ આપી પછી ખેંચીને કાપ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા વાડીગામ ખાતે ઉતરાયણના દિવસે સ્થાનિક રહીશો સાથે પતંગ ચગાવી પેચ લડાવીને પેચ કાપ્યો હતો. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે ભૂપેન્દ્ર પટેલએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.