Vadodara

સાથી કર્મચારીઓએ માનસિક ત્રાસ ગુજારતા રેલવે કર્મચારીની આત્મવિલોપનની ચીમકી :

સુપ્રિટેન્ડન્ટ ઓફીસ બહાર પત્નિ અને પુત્ર સાથે ધરણા પર બેસી કર્મચારીની ન્યાયની માંગ :

ભાવેશ પવાર અને મનસારામ યાદવ માનસિક ત્રાસ ગુજારતા હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

પશ્ચિમ રેલવેના વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ફરજ બજાવતા રેલવે કર્મચારી અફઝલ સૈયદ ને સાથી કર્મચારીઓ દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે સ્ટેશન અધિક્ષકની ઓફિસ બહાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે સ્ટેશન પર હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તેને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓએ પત્ની અને પુત્ર સાથે ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી હતી.

પશ્ચિમ વિભાગના વડોદરા રેલ્વે સ્ટેશનમાં સન્ટીંગમાં ફરજ બજાવતા કર્મચારીને અન્ય વિભાગના કર્મચારી યેનકેન પ્રકારે માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે કર્મચારીએ પોતાના પરિવાર સાથે સ્ટેશનની ઓફિસ બહાર આત્મ વિલોપન કરવાની ચીમકી સાથે ધરણા પ્રદર્શન કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.

રેલવે કર્મચારી અફઝલ સૈયદે જણાવ્યું હતું કે, ડીઆરએમને ખબર પડે કે અહીંયા સંપૂર્ણ નેતાગીરી થઈ રહી છે. મારે આ દેખાવો એટલા માટે કરવો પડ્યો કે, મારી નોકરી ઉપર ભાવેશ પવાર, મનસારામ યાદવ, જેઓ મારી ઝીણવટ ભરી નોંધ લઈ રહ્યા છે , હું કેટલા વાગે આવું છું કેટલા વાગે જવ છું, શુ કરું છું શુ નથી કરતો. અને ખોટી માહિતી આપી મેન્ટલ હેરેસમેન્ટ છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે. આ મામલે મેં લેખિત મૌખિક તમામ પ્રકારે રજુઆત કરી છે પરંતુ એનું કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.

મારી પત્ની પણ એમની મુલાકાતે ગઈ પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહિ. ડીઆરએમને મળવા ગઈ તો ના મળ્યા બીજી કોઈ વ્યક્તિ એમને મળી એણે આવેદન સ્વીકાર્યું. તમારી સુનવાઈ થશે. પણ કઈ ના થયું અને છેલ્લે ઓન ડ્યુટી મને એટલો માનસીક ત્રાસ આપ્યો એટલે મારે આ પગલું ભરવાની ફરજ પડી હતી. જો મને કંઈ થઈ જશે તો તેનો જવાબદાર મનસારામ યાદવ અને ભાવેશ પવાર હશે. પ્રસાશને લેખિત અને મૌખિકમાં વાત કરી કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.

Most Popular

To Top