SURAT

સુરત એરપોર્ટ પર ટચડાઉન પછી અચાનક ફ્લાઈટને મુંબઈ તરફ ડાયવર્ટ કરાઈ

અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. અહીં આજે સવારે દિલ્હીથી સુરત આવેલું પ્લેન ટચડાઉન કરી પાછું મુંબઈ જતું રહ્યું હતું. પ્લેન લેન્ડ થયું નહોતું, તેના લીધે પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા હતા. અચાનક શું થયું કે પ્લેન લેન્ડ થવાના બદલે ટચડાઉન કરી પાછું જતું રહ્યું તે સવાલે પેસેન્જર્સને ચિંતામાં મુક્યા હતા. હજુ સુધી કોઈ અધિકૃત માહિતી આ મામલે બહાર આવી નથી.

  • દિલ્હીથી વાયા સુરત દુબઈ જનારી ફ્લાઈટ અચાનક મુંબઈ તરફ વળી
  • દુબઈ જવાના બદલે પ્લેન મુંબઈ જતા પેસેન્જરો ચિંતામાં મુકાયા
  • ડાયવર્ઝનનું કારણ હજુ જાહેર કરાયું નથી

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી સુરત રૂટ પર ફ્લાઈટ નં. IX 1294 VT EXA સુરત એરપોર્ટ પર સવારે નિર્ધારિત સમયે આવી હતી. પ્લેન સુરત એરપોર્ટ પર ટચડાઉન પછી તરત જ 130 KTની ઝડપે BOM એટલે કે મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. અચાનકના ડાયવર્ઝનના લીધે પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ડાયવર્ઝનનું કારણ હજુ જાહેર કરાયું નથી.

વધુમાં મળતી માહિતી અનુસાર સુરત લેન્ડિંગ બાદ આ વિમાનને સુરતથી દુબઈ રૂટ પર ઉડાન ભરવાની હતી પરંતુ કમનસીબે તેને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઈથી ફરી સુરત રવાના કરાયું હોવાની માહિતી મળી છે.

Most Popular

To Top